રાણપુરમાં સરકારી દવાખાના પાસે આવેલ  પશુ માટેનો અવેડાની સફાઈની માંગણી

853

બોટાદ જીલ્લાના રાણપુર શહેરની મધ્યમાં આવેલો એકમાત્ર અબોલ પશુ માટે નો અવાડો છેલ્લા કેટલાય સમય થી ખરાબ હાલતમાં છે અવાડો જમીનની બરાબર થઈ ગયો છે અબોલ પશુ પોતાની તરસ છીપાવવા માટે જ્યારે અવાડા પાસે જાય તો તેમા દુર્ગંધ મારતુ પાણી અને ધુળ કચરો જ હોય છે અને અબોલ પશુઓને વિલા મોઢે નિહાકો નાખીને તરસ્યુ પાછા ફરવુ પડે છે અગાઉ પણ આ બાબતે અનેક વખત રાણપુર ના યુવા પત્રકાર વિપુલ લુહાર દ્વારા નવા અવાડા માટે રજુઆતો કરવામાં આવી હતી પણ રાણપુર ગ્રામ પંચાયત દ્વારા અવાડા માટે કંઈજ કરવામાં ન આવ્યુ ત્યારે આજે ફરી એક વખત રાણપુર ના જાગૃત નાગરીક મહેશભાઈ ભીખાભાઈ ઘાઘરેટીયા દ્વારા રાણપુર ગ્રામ પંચાયત ને રજુઆત કરવામાં આવી છે કે સરકારી દવાખાના પાસે આવેલ એકમાત્ર અબોલ પશુ માટેનો પાણીનો અવાડો માં  તાત્કાલિક સાફસફાઈ કરવામાં આવે અને અવાડાની જગ્યાના દબાણો દુર કરવામાં આવે અબોલ પશુઓ જ્યારે અવાડે પાણી  પીવા માટે જાય છે ત્યારે આ દબાણો પશુઓને પાણી પીવા માટે નડતા હોય છે આ અંગે રાણપુરના જાગૃત નાગરીક મહેશભાઈ ભીખાભાઈ ઘાઘરેટીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે જો આગામી દિવસો માં રાણપુર ગ્રામ પંચાયત દ્રારા અવાડો સાફ કરવામાં નહી આવે અને અવાડાની જગ્યામાં રહેલા દબાણો તાત્કાલિક દુર કરવામાં આવે નહી તો રાણપુર ગ્રામ પંચાયત સામે ઉપવાસ ઉપર બેસવામાં આવશે.

Previous articleરાજુલા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસરની નિમણુંક થતા લોકોને રાહત
Next articleભાવ. ડિસ્ટ્રીકટ એકસ સર્વિસમેન એસો. દ્વારા વિર જવાનો માટે કાર્યક્રમ યોજાશે