કે.આર.દોશી પી.જી. સેન્ટરમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર

829

આજરોજ કે.આર.દોશી પી.જી. સેન્ટર ઓફ સોશ્યલ વર્ક, ભાવનગર એન ક.આર.દોશી બેચરલ ઓફ સોશ્યલ વર્ક ભાવનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી સમાજ ઉત્થાન માનવ સેવા સંસ્થા સિહોરના રસુલભાઈ પઢિયાર અને સુચીતાબેન કપુર (સામાજિક કાર્યકર) દ્વારા આપવામાં આવી હતી. આ માહિતીથી વિદ્યાર્થી દ્વારા ગામડાના લોકો સુધી પહોંચે તેવા હેતુ સાથે અને જરૂરીયાત વાળા લોકો સુધી પહોંચી શકે. અને સાથે સાથે કારકિર્દી માર્ગદર્શન મકવાણા નરેન્દ્ર દ્વારા આપવામાં આવેલ. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર વીસ્તૃત ચર્ચાઓ કરેલ. જેમાં નોકરી માટે શું કરવુ,ં નોકીરની શોધ કંઈ રીતે કરવી. ઈન્ટરવ્યુની પહેલાની તૈયારીઓ અને ઈન્ટરવ્યુની આપતી વખતેની તૈયારીઓ, ઈન્ટરનેટનો ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ, આવડત, સ્કીલ ડેવલોપમેન્ટ, ફિલ્ડ વર્ક, ઓળખાણ આ તમામ તૈયારી ક.આરે.દોશીના કો-ઓર્ડીનેટર પંડયા જીગરભાઈ દ્વારા કરવામાં આવેલ.

Previous articleભાવ. ડિસ્ટ્રીકટ એકસ સર્વિસમેન એસો. દ્વારા વિર જવાનો માટે કાર્યક્રમ યોજાશે
Next articleવલ્લભીપુરમાં ઋષિ વાલ્મીકી ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વાલ્મીકીવાસ ખાતે કાર્યક્રમનું આયોજન