મહુવા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં ગતરાત્રીના ચાર શખ્સોએ તલવાર, છરી જેવચા તિક્ષ્ણ હથિયારો વડે વીએચપી પ્રમુખ સહિત બે યુવાનો પર હુમલો કરી લોહીયાળ ઈજાઓ કરી નાસી છુટયા હતાં. બનાવમાં ઈજાગ્રસ્ત વીએચપી પ્રમુખનું સારવાર દરમ્યાન મોત નિપજતા સમગ્ર મહુવા શહેરમાં તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયુ હતું અને અનેક વિસ્તારોમાં ટોળાએ તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા એસ.પી. માલ, એલ.સી.બી., એસ.ઓ.જી., આર.આર.સેલ મહુવા પોલીસ સહિતનો સ્ટાફ તાબડતોડ દોડી ગયો હતો. અને પરિસ્થિતને કાબુમાં લીધી હતી. બાદ આજરોજ તંગદિલી ભર્યા વાતાવરણમાં મૃતકની અંતીમ યાત્રા નિકળી હતી. જેમાં હજારોને સંખ્યામાં ડાધુઓ જોડાયા હતાં. બનાવમાં પોલીસ ચારેય હત્યારાને ઝડપી લીધાનું જાણવા માંગી રહ્યું છે.
બનાવની મળતી વિગત મુજબ મહુવાના જનતા પ્લોટ નુલશી સોસાયટીમાં રહેતાં વી.એચ.પી. પ્રમુખ જયેશ ઉર્ફે બકાલી કિશનભાઈ ગુંજરીયા (ઉ.વ.રર) અને મહેશ શહેરભાઈ મજેઠીયા ગાંધી ચોક વીસ્તારમાં ઉભા હતાં ત્યારે નવરાત્રી દરમ્યાન લગાવેલા હોડીર્ગ્સ બાબતે થયેલ બોલાચાલીની દાઝ રાખી ચાર શખ્સો તલવાર, છરી, લોખંડના પાઈપ સહિતના હથિયારો વડે બન્ને યુવાનો પર હુમલો કરી લોહીયાળ ઈજાઓ કરી નાસી છુટયા હતાં. બનાવમાં ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં વીએચપી પ્રમુખ જયેશભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું. બનાવની વાત વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર મહુવા શહેરમાં તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયું હતું અને તોફાની તત્વ્એ અનેક વિસ્તારોમાં કેબીન, પાનના ગલ્લામાં તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા જ એસ.પી.માલ, એલ.સી.બી., એસ.ઓ.જી., આર.આર.સેલ મહુવા પોલીસ સહિતનો મસમોટો સ્ટાફ દોડી ગયો હતો. અને તંગ વાતાવરણને કાબુમાં લીધુ હતું. મહુવા પોલીસે મૃતકના પિતા કિશનભાઈ ગુજરીયાની ફરિયાદ લઈ ચાર શખ્સો જેમાં રાટુમીયાનો પુત્ર બાપુડી, અસલમ પે, ઈસરાન ઉર્ફે ટીણયો તેમજ એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાદ આજરોજ મૃતક જયેશભાઈની અંતીમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં વીએચપી બજરંગદળ સહિતના કાર્યકરો ઝોડાયા હતાં. બનાવના હત્યારા પોલીસે ઝડપી લીધાનું જાણવા મળી રહ્યું છે.
વીએચપી પ્રમુખની હત્યા કરનાર ચારેય ઝડપાયા
મહુવાના ગાંધી ચોકમાં ગતરાત્રીના વીએચપી પ્રમુખ જયેશભાઈ ગુજરીયા અને મહેશ મજેઠીાય પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી જયેશભાઈની હત્યા નિપજાવનાર રાહુમીયાનો પુત્ર બાપુડી, અસલમ પે. ઈમરાન ઉર્ફે ટીણયો અને એક જઆણ્યા શખ્સને પોલીસે બનાવની ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે અને ચારેય આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે તેમ જાણવા મળ્યું હતું.