શિક્ષણમાં રાજકારણની જરૂર છે કે રાજકારણમાં શિક્ષણની ?

1569

ભણીભણીને ‘માણસ’ બને તે મુળભૂત હેતુ શિક્ષણને રહેલો છે અર્થાત કેળવણી મળે તે જરૂરી છે પણ આજે કશુક ગડબડ થઈ ગયુ છે. ગડબડ કરાવાઈ રહ્યુ છે. તેવુ લાગે છે. કારણ કે કેળવણી વિહિન વ્યક્તિઓ શિક્ષણનો દોરી સંચાર કરી રહ્યા છે !

શિક્ષણનું ખરૂ કામ શું હોવું જોઈએ ? તે અંગે ચિંતક સાહિત્યકાર અને શિક્ષણ માટે સમર્પિત રહેલા શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શકો કહે છે..‘ભણાવવું એટલે શું ? ભણાવવાું એટલે જ્ઞાન આપવું એ સાથે મરદાનગી આપવી. આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શીખવવાનું છે. આપણા શિક્ષણમાંથી, સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઈએ કે સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે, શિક્ષણનું ખરૂ કામ આ છે. તેઓ આગળ કહે છે કે, શિક્ષણ ખાતર શિક્ષણ નહિ, સાહિત્ય ખાતર સાહિત્ય નહી, સેવા ખાતર સેવા નહી તે ત્રણેમાંથી શક્તિ પ્રગટવી જોઈએ. માણસ બેઠો થવો જોઈએ. આવી તાકાત જો ન નીપજતી હોય, તો શિક્ષણ, સાહિત્ય, સેવા બધું નકામું… દર્શકદાદાનું દર્શન તો સાચુ છે ઘણા શિક્ષકો આવુ કરવા મથે છે. કેટલાક સારા એવા પરિણામો પણ આપ્યા છે. આમાંના કેટલાક શિક્ષકો હવે પાછા પગલા માંડતા હોય તેવુ થતુ લાગે છે કારણ..?  શિક્ષણમાં રાજકારણની જરૂર છે કે રાજકારણમાં શિક્ષણની ? આ પ્રશ્ન નહિ પણ સમસ્યા કનડી રહી છે.

જાતભાતના અભિયાનો જ્યારે જન્મે છે ત્યારે સકારાત્મક જ હોય છે. અમલવારી દરમિયાન તેના પરિણામો ખતરનાક નીવડી પડે છે.

તાજેતરમાં જ ‘મિશન વિદ્યા’નામે વાંચન, ગણન અને લેખનનું અભિયાન આવકાર્યુ હતું. નબળા રહેલા સાથી વિદ્યાર્થઈઓને તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના લઢણથી શીખવાડે અને સાથેની હરોળમાં લાવે. નિયત શિક્ષણ સમયથી વધારાનો સમય હતો. એટલે કે સવારે વધુ એક કલાક હોશિયાર વિદ્યાર્થીને બાંધો ન હતો જ્યારે નબળા વિદ્યાર્થીને આ શિક્ષણ માટે એક કલાક ઉપરાંત નિયમિત પાંચ કલાક ‘બોઝ’લાગતું હતું.

નવરાત્રીમાં રજાઓ જાહેર કરી અને થુકેલું ન છાંટવુ. એમ ધરાર રજાઓ રાખી શિક્ષણમાં જેને સમજ પડે છે. તેવા શિક્ષણવિદોએ નારાજગી દર્શાવી પણ અમલવારી આદેશ કરાવનાર શિક્ષણતંત્ર એક નું બે ન જ થયું આપરિસ્થિતીમાં ખાનગી શાળાઓ ચાલુ રહી, તેની શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગરબા રમવા પણ ગયા, સમયસર જાગી પણ ગયા અને નિયમિત પાઠ પણ ભણ્યા. કઠણાઈ તો જુઓ આ દિવસો દરમિયાન સરકારી શાળાઓમાં પ્રથમ સત્રનો નિયત પાઠ્યક્રમ પુરો થયો નથી. નવરાત્રી પુરી થઈ અને બે-પાંચ દિવસમાં જ સત્રાંત પરિક્ષા લેવાની છે. મારી મચડીને પાઠ્યક્રમ પુરો કરાવવામાં બોઝ શિક્ષકો અને વિદ્યાર્થી પર ઘાલી બેસાડ્યો છે. લ્યો, પરિણામ સાચુ આવશે ! શિક્ષકો કર્મચારીઓને દિવાળીની રજાઓ ઓછા દિવસો થઈ તે આપણે લક્ષયમાં ન લઈએ તો પણ કોઈ રાજકારણ ઘુસી ગયુ. શિક્ષણના ભોગે મનોરંજન ? માતાના ગરબાના નામે રાજીપો લેવા માટે..!

શિક્ષકો સારૂ કામ કરે છે, ચોકસાઈ સાથે કામ કરે છે એનો મતલબ એ તો નથી કે સરકારની તમામ અભિયાનોના ઉપાડા તેના માથે ઠોકી બેસાડવા સરકારના ઘણા વિભાગો છે તેના કર્મચારીઓને રજામાં આરામ, શિક્ષકોને ઉજાગર ક્યા છે તેની સંગઠનોના નેતાઓ ? કે સરકાર સામે ડરતા હશે ? !

સરકારી કાર્યોમાં સરકારી શિક્ષકોને જોતરવાનું બંધ કરો અથવા ખાનગી સંસ્થા શાળાના કર્મચારીઓને જોડવાનું રાખો એવું થઈ શકશે ? ઈતર કાર્યોમાં આ શિક્ષકોને જોતરવાનું બંધ કરો પછી જુઓ પરિણામ જો કે, સરકાર હવે સરકારી શાળાઓ જ ક્રમશઃ બંધ કરવાની વેતરણમાં છે. એમ જ માનવું ને ?!

શિક્ષકો પરિણામો સારૂ લાવો, પરિણામ સારૂ વાવો..!

Previous articleમહુવામાં વીએચપી પ્રમુખની સરાજાહેર હત્યા, તંગદીલી વચ્ચે નિકળી અંતિમ યાત્રા
Next articleશહેર જિલ્લામાં શરદ પુનમની ઉત્સાહભેર ઉજવણી