અજીત ડોભાલ : જો આપણે મોટી શક્તિ બનવું છે તો દેશને આર્થિક રીતે વધારે મજબુત થવું પડશે

1292

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે મોદી સરકારે કરેલા નિર્ણયોની પ્રશંસા કરી હતી. ડોભાલે કહ્યું હતું કે દેશને આગામી 10 વર્ષો સુધી સખત નિર્ણય લે તેવી મજબૂત સરકારની જરૂર છે. દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા ડોભાલે આ વાત કરી હતી.

ડોભાલે કહ્યું હતું કે 70ના દાયકામાં અર્થવ્યવસ્થાના મામલામાં ભારત ચીનથી આગળ હતું પણ હાલના સમયે 2019માં ચીન ભારત કરતા મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. જો ભારતે દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું છે તે આગામી દશ વર્ષો સુધી ભારતને મજબુત,સ્થિર અને નિર્ણાયક સરકારની જરૂર પડશે.

ડોભાલે કહ્યું હતું કે જો આપણે મોટી શક્તિ બનવું છે તો દેશને આર્થિક રીતે વધારે મજબુત થવું પડશે. વૈશ્વિક સ્તર પર મજબુત સ્પર્ધકની ભૂમિકામાં આવવું પડશે. તે ત્યારે જ સંભવ છે જ્યારે આપણે ટેકનિકમાં આગળ હશું.

એનએસએ ડોભાલે કહ્યું હતું કે લોકપ્રિય નિર્ણયો કરતા દેશ માટે જરૂર વાળા નિર્ણયોને પ્રાથમિકતા આપવી જોઈએ નહીં.  બની શકે કે મુશ્કેલ નિર્ણયો દેશના લોકોને થોડા સમયે થોડું દુખ આપે પણ આગળ ચાલીને આ નિર્ણયો મીલના પત્થર સાબિત થશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસરકાર 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરશે