પેટ્રોલિયમ પેદાશ પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એક લિટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવને આંબી ગયો છે. ગયા સપ્તાહમાં ઓરિસ્સામાં આવો બનાવ બન્યો હતો. જેને પગલે પેટ્રોલના ભાવ કરતાં ડીઝલનો ભાવ વધી ગયો હોય તેવું દેશનું ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. પેટ્રોલના ભાવ એક લિટરના ૭૮.૧૫ છે તેની સામે ડીઝલ ૭ પૈસા વધી રૂ.૭૮.૨૨ થયું છે.
પેટ્રોલ- ડીઝલના ભાવ
અમદાવાદ
પેટ્રોલ- ૭૮.૧૫
ડીઝલ- ૭૮.૨૨
સુરત
પેટ્રોલ-૭૮.૧૯
ડીઝલ-૭૮.૧૦
વડોદરા
પેટ્રોલ- ૭૭.૮૪
ડીઝલ- ૭૭.૯૦
રાજકોટ
પેટ્રોલ- ૭૭.૯૮
ડીઝલ-૭૮.૦૬