રાજુલા શ્રીમાળી સોની યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમના દિવસે જ્ઞાતિના વડીલો દ્વારા દિપ પ્રાગટ્ય કરી શરદપૂનમના ઉત્સવની ઉજવણી કરી હતી. ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહિલાઓ દ્વારા રાસગરબાનું આયોજન કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા કમિટીના મેમ્બર દેવેન્દ્રભાઈ ધાંગધરીયા, કિરણભાઈ લંગાળીયા, સંજયભાઈ ધ્રાંગધરીયા, હિરેનભાઈ વાવડીયા, જીતેન્દ્રભાઈ ધ્રાંગધરીયા તથા મયુરભાઈ, ભાવિકભાઈ, હિતેનભાઈએ કાર્યક્રમને સફળ બનાવેલ.