જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમા વિકાસની ગાથા સતત ચાલુ પ્લોટ વિસ્તાર ના લોકોમાં આનંદનો માહોલ અને લોકોનો ભરપૂર સાથ સહયોગથી પ્લોટ વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ ગટરનું કામ ખાત મુર્હુત કરાયુ. જે કામો વર્ષોથી થયા નથી તે કામો માત્ર ૩ થી ૪ મહિનાના ખૂબ જ ટૂંકા સમય ગાળા મા ૯ કામ પુરા થયેલ છે ( ગટર, રોડ, તથા ડિજિટલ ગ્રામ પંચાયત ઓફીસ જેવા) વિકાસલક્ષી કામનું ખાતમુર્હુત કરતી અમરેલી જિલ્લાની સૌથી નાની વયના સરપંચ અનકભાઈ સાંખટ તથા યુવા ઉપસરપંચ હેતલબેન બાંભણીયા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું કે જે કામો ૩ મહિનામાં નવ જેટલા કામોના ખાતમુર્હુત થયા છે. તે પ્રમાણે આગામી ૩ મહિનામાં નવથી પણ વધુ કામોના ખાતમુર્હુત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવો બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમજ સરપંચ અનકભાઇ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે ગામમાં વિકાસના કામોની પ્રકિયા નિરંતર ચાલુ રહેશ ઉપસ્થિતી સભ્ય બચુભાઇ રણછોડભાઇ સાંખટ, પાતાભાઈ વાળા, બીજલભાઈ સાખટ, નારણભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં.