નત્રાઃ જેગુઆર લેન્ડ રોવરે આજે નિત્રા, સ્લોવાકિયામાં તેનું અત્યાધુનિક ૧.૪ અબજ યુરો (૧ અબજ પાઉન્ડ)નું ઉત્પાદન એકમ શરૂ કર્યું હતું. યુકેની વાહન કંપનીએ આ દેશમાં શરૂ કરેલું આ પ્રથમ એકમ છે.
યુકેમાં તેના વેપારનું મન અને અંતર સાથે જેગુઆર લેન્ડ રોવરે નિત્રામાં કરેલું રોકાણ ૨૦૧૪માં તેનું ચીનમાં સંયુક્ત સાહસ અને ૨૦૧૬માં બ્રાઝિલિયન એકમની શરૂઆત, ૨૦૧૧માં ભારતમાં અને ૨૦૧૭માં ઓસ્ટ્રિયામાં કોન્ટ્રાક્ટ ઉત્પાદન દ્વારા ટેકા સાથે કંપનીની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચનામાં આ નવું પગલું છે. નવી આંતરરાષ્ટ્રીય ફેક્ટરીઓના નિર્માણથી જેગુઆર લેન્ડ રોવર તેના ગ્રાહકોને કરન્સીમાં વધઘટ સામે રક્ષણ અને વૈશ્વિક સ્પર્ધાત્મક વેપારને ટેકો આપવા સાથે વધુ આકર્ષક નવાં મોડેલો ઓફર કરશે.
સમારંભમાં પ્રો. ડો. રાલ્ફ સ્પેથે જણાવ્યું હતું કે વૈશ્વિક વેપારોને વૈશ્વિક કામગીરી પહોંચ જરૂરી હોય છે. જેગુઆર લેન્ડ રોવરનું મન અને અંતર યુકેમાં દઢ સ્થાયી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણથી અમારો યુકેનો વેપાર વધુ સમૃદ્ધ અને મજબૂત બનશે.
જેગુઆર લેન્ડ રોવરે હાલમાં નિત્રામાં આશરે ૧૫૦૦ લોકોને રોજગાર આપ્યો છે અને તેમાંથી ૯૮ ટકા સ્લોવાકના નાગરિકો છે અને ૩૦ ટકા સ્ત્રીઓ છે. નિત્રામાં વિશ્વ કક્ષાની ટીમ સાથે જોડાવા માટે વધુ ૮૫૦ લોકો માટે નવેમ્બરમાં સ્થાનિક ભરતી કરવા માટે તેનો બીજો તબક્કો શરૂ કરશે. સર્વ ઉત્પાદન કર્મચારીઓએ કંપનીની પ્રથમ દરિયાપારની તાલીમ એકેડેમીમાં બીસ્પોક ૧૨ સપ્તાહનો તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો છે, જે ૭.૫ મિલિયન યુરોનું રોકાણ આલેખિત કરે છે.
નવું ૩ લાખ ચોરસમીટરમાં પથરાયેલું એકમ વર્ષમાં ૧.૫૦ લાખ વાહનોની વાર્ષિક ક્ષમતા સાથે સ્લોવાકિયામાં એલ્યુમિનિયમ ઉત્પાદન અને એન્જિનિયરિંગ નિપુણતામાં આગેવાન છે. તેના ગ્રાહકોને હાઈ ટેકનોલોજી હલકા વજનનાં વાહનો પ્રદાન કરવાની કંપનીની હાલની કટિબદ્ધતાને ટેકો આપતાં પ્રથમ લેન્ડ રોવર ડિસ્કવરી સપ્ટેમ્બરમાં પ્રોડકશન લાઈનમાંથી બહાર પાડવામાં આવી હતી. એકમમાં અત્યાધુનિક ટેકનોલોજીઓ છે અને પારંપરિક કન્વેયન્સ સિસ્ટમ્સ કરતાં ૩૦ ટકા વધુ ઝડપી ટ્રાન્સફર ટાઈમ ધરાવતી કુકાઝ પલ્સ કેરિયર સિસ્ટમ ઉપયોગ કરનાર યુરોપમાં પ્રથમ છે. તેની પાસે ઉચ્ચ ઓટોમેટેડ પેઈન્ટ શોપ પ્રોસેસ પણ છે, જે સર્વોચ્ચ ગુણવત્તાની ખાતરી રાખે છે અને પર્યાવરણ પર લઘુતમ પ્રભાવ પડે છે.
ભવિષ્યને ધ્યાનમાં રાખતાં ફેક્ટરી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અસલ સમયના ડેટાનો ઉપયોગ કરીને શોપ ફ્લોર વિઝ્યુઅલાઈઝેશન જેવી સ્માર્ટ, કનેક્ટેડ ઉત્પાદન ટેકનોલોજીઓ અભિમુખ બનાવવા માટે સાનુકૂળતા સાથે ડિઝાઈન કરવામાં આવી છે, જે સુધારિત પ્રક્રિયા કાર્યક્ષમતા, ડિલિવરી અને ગુણવત્તામાં ટેકો આપશે. સ્લોવાકિયા પાસે સ્થાપિત પ્રીમિયમ ઓટોમોટિવ ક્ષેત્ર છે, જે દેશના એકંદર ઉદ્યોગમાં ૪૪ ટકા આલેખિત કરે છે. નજીકમાં પુરવઠાકારોના સ્થાપિત નેટવર્ક સાથે જેગુઆર લેન્ડ રોવર સ્લોવાકિયામાં ઓમોટિવ પુરવઠા શૃંખલામાં સેંકડો હજારો વધારાની નોકરીઓ પ્રદાન કરવા માટે નિત્રામાં લેન્ડ રોવર ડિસ્કવરીના ઉત્પાદનમાં ટેકો આપવા માટે સીટ્સ અને વ્હીલ્સ જેવાં અનેક કમ્પોનન્ટ્સને સ્રોત અને સ્થાનિકીકરણ કરે છે.