ગાંધીનગર શહેરમાં તા. ૨૮ અને ૨૯ ઓકટોબર બે દિવસ એકતા યાત્રા ફરશે

970

દેશની એકતા અને અખંડિતતા શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના એકતાનો સંદેશ ગુજરાતના ગામેગામ ફેલાવવા યાજાઇ રહેલ એકતા યાત્રાને ગાંધીનગર જિલ્લાના ગામેગામ ભવ્ય આવકાર અને અભૂતપૂર્વ સન્માન મળી રહ્યું છે. એકતા રથના આગમન પ્રસંગે આતુરતાથી રાહી જોઇ રહેલા વિશાળ સંખ્યામાં ગ્રામજનો એકતા રથનું સ્વાગત કરી સરદાર સાહેબની પ્રતિમાની આરતી ઉતારી પુષ્પાજંલિ અર્પણ કરી ભાવપૂર્વક અંજલિ આપી રહ્યાં છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકાના કુલ ૬૬ ગામોમાં અને દહેગામ નગરપાલિકા વિસ્તાર સહિત એકતા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરી ૧૬ હજાર જેટલા લોકોએ એકતાના શપથ લીધા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા યાત્રાને જિલ્લામાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.

આગામી તારીખ ૨૮ અને ૨૯ ઓકટોબર બે દિવસ એકતા યાત્રા ગાંધીનગર શહેરના તમામ સેકટરોમાં ફરશે. ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડ ઉપરાંત ધોળાકુવા, આદિવાડા, બોરીજઅને ઇન્દ્રોડા ગામોમાં પણ એકતા યાત્રા ફરશે.

એકતા યાત્રા અંગે મોસન ફિલ્મ, સરદાર પટેલ અને નેશનલ યુનિટી ઉપર કવિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ડિબેટ સ્પર્ધામાં સમગ્ર રાજયમાં ગાંધીનગર જિલ્લામાંથી સૌથી વધુ ૩૭,૯૨૯ જેટલા વિધાર્થીઓએ ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવી ગાંધીનગર જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. જિલ્લાની વિવિધ શાળાઓના ધોરણ-૯ થી ૧૨ અને કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

Previous articleભાજપ અને જેડીયુ વચ્ચે સીટને લઇ સમજૂતિ થઇ
Next articleકુખ્યાત હાફીઝ સઇદના સંગઠનો પ્રતિબંધિત સંગઠનોની યાદીથી દૂર