મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે સોખડા ખાતે દર્શન અર્થે આવ્યા હતા. ત્યારબાદ તેમણે અંબારીશ સેનાના યુવાનોને સંબોધ્યા હતા. આ તબક્કે યુવાનોને તેમણે કહ્યું હતું કે, વિકાસ કદી અટકે નહીં, ગુજરાતના ગૌરવને સાચવવાની જવાબદારી યુવાનોને શિરે છે. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રવિવારે સવારે વડોદરાના
હરિધામ સોખડા ખાતે આવી પહોંચ્યા હતા. એક તરફ વિધાનસભાની ચૂંટણી સામે છે હરિધામ ખાતે આી પહોંચેલા મુખ્યમંત્રીએ દર્શન કર્યા બાદ યુવાનોને સંબોધ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દેશમાં કોમન સિવિલ કોડ બને અને ૩૭૦ ની કલમ હટે તે જરૂરી છે. સર્જીકલ સ્ટ્રાઈક એ આતંકવાદ હટાવવા માટે જરૂરી છે. ગુજરાતમાં અને દેશમાં ભાજપની સરકાર આવ્યા પછી યુવાનોની રોજગારીમાં વધારો થયો છે. શિક્ષા સાથે દિક્ષા અને ચરિત્ર નિર્માણની કામગીરી ભાપ સરકારે કરી છે.
વધુમાં તેમણે જમાવ્યું હતું કે, બીજેપીની સરકાર આવ્યા પછી ગુજરાતમાં કોમી તોફાનો બંધ થયા છે. મહિલાઓની સલામતી વધી છે. કુદરતી આફતો માંથી પણ ગુજરાત બેઠું થયું છે. વિકાસ કદી અટકે નહીં. ગુજરાતના ગૌરવને સાચવવાની જવાબદારી યુવાનોને શિરે છે. આગામી સમયમાં પણ ગુજરાત હંમેશાં વિકાસના પંથે આગળ વધતું રહેશે.