ગુજરાતી ફિલ્મ ‘ડેડી આઈ લવ યુ’ના કલાકારો ભાવનગર આવી પહોંચ્યા

1520

આગામી દિવસોમાં રીલીઝ થવા જઈર હેલી ગુજરાત અર્બન મુવી ડેડી આઈ લવ યુ ફીલ્મના કલાકારો આજે શનિવાર ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતાં. ફીલ્મના પ્રોડયુસર, ડીરેકટર, અને મુખ્ય કલાકારોએ ફિલ્મ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. આ ફીલ્મ શુટીંગ સુરત તેમજ ભાવનગર નજીકના કુડા દરિયા કિનારે થયું હોવાનું પણ જણાવ્યું હતું. આ ફિલ્મનું શુટીંગ ફકત ર૦ દિવસમાં જ પુર્ણ કરવામાં આવ્યું હતું. જયારે ફીલ્મની સ્ટોરી ૩૬ કલાકમાં લખાઈ હોવાનું અને તેમા સુધારા વધારા કરતા દોઢ વર્ષ વિતી ગયો હોવાનું જણાવ્યું હતું.

ડેડી આઈ લવ યુ ફિલ્મ પિતા અને દિકરીના પારાવારીક સંબંધો ઉપર આધારિત છે. ઉપસ્થિત ફિલ્મ પ્રોડયુસર અને ડિરેકટરે જણાવ્યું હતું કે હાલમાં કોલેજ બેઈઝ ફ્રેન્ડશીપ ઉપર તથા અન્ય વિષયો ઉપર ફીલ્મ બનાવવામાં આવે છે. પરંતુ અમોએ મમ્મી પપ્પા અને દીકરીના સંબંધોને આધારીત ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં દિકરી અને પિતા ઉપર ફિલ્મ બનેલી છે. જેમાં ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાવોનો ધ્યેય રહેલો છે.

આ ડેડી આઈ લવ યુ ફિલ્મના પ્રોડયુસર ભાવેશ વાચ્છાણી, રોનક ભાલોડિયા, ડિરેકટર દર્શન જોષી, લેખક પી.ડી.ગઢવી, કેમેરામેન ધર્મેશ ગોટી, ફિલ્મના કલાકાર રોનક ભાલોડિયા, રીયા ગોર, ગોપી આહિર, શ્રીદેવેન તારપરા, પાંચ વર્ષની બેબી શ્રેયાસી બારોટ, સંદિપ બારોડ, પરેશ રાઠોડ, આરતી ઠક્કર, કૌશિક ગોસ્વામી, મહેશ રબારી સહિતના આ ફિલ્મમાં સાથ સહકાર આપનારા ભાવનગર ખાતે આજે આવી પહોંચ્યા હતાં.

Previous articleટાટમ, ગોરડકા વચ્ચે ગમખ્વાર અકસ્માત  એક મહિલા સહિત બે વ્યકિતઓના મોત
Next articleપર૧ પેટી ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક સાથે પરપ્રાંતીય ઝડપાયો