પર૧ પેટી ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક સાથે પરપ્રાંતીય ઝડપાયો

1595

શહેર નજીકના સિદસર-વરતેજ રોડ પરથી ગતમોડીરાત્રે સીટી ડીવાયએસપી ટીમે પુર્વ બાતમીના આધારે વોચમાં રહી ઈંગ્લીશ દારૂની પર૧ પટે ભરેલા ટ્રક સાથે યુપીના શખ્સને ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૂનો જથ્થો વરતેજના કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગાનો હોવાનું જણાવ્યું હતું.

નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સ્ટાફ સાથે ધોધા ખાતે બંદોબસ્તમાં મળેલ ખાનગી બામતી આધારે એક ટ્રક જેના નંબર આરજે ર૬ જીએ ૩૩૯૧માં પરપ્રાંતિય દારૂ વરતેજ ખાતે શ્રીપાલસિંહ ઉર્ફે જીજ્ઞેશસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ રાખી વેચાણ કરે છે. તેવીબ્ બાતમી મળતા સ્ટાફના હેડ કોન્સ. યોગેન્દ્રભાઈ વામનરાય ત્રિવેદી, અલ્પેશકુમાર લક્ષ્મીશંકર, પો.કોન્સ. પ્રતાપસિંહ રણજીતસિંહ ગોહિલ, જીજ્ઞેશકુમાર પ્રવિણભાઈ બોરતળાવ પો.સ્ટે.માં ફરજ બજાવતા હેડ. કોન્સ. ધિરૂભાઈ કાનાભાઈ સાથે રાખી બાતમી વાળી હક્કિત આધારે રેઈડ કરતા બનાવ સ્થળેથી આરોતી સંતોષુમાર પાસે કબજામાંથી દારૂના જથ્થો કુલ પેટીઓ પર૧ જેમાં કુલ નંગ ૬રપર નંગ બોટલો કુલ કિંમત રૂા. ૧૮,૭પ,૬૦૦/-નો તેમજ ટ્રક જેની કિંમત રૂા. ૧૦,૦૦,૦૦૦/- તથા અંગઝડતી દરમ્યાન કળી આવેલ મોબાઈલ જેની કિંમ રૂા. પ૦૦૦/-નો કુલ મુદ્દામાલ કિંમત રૂા. ર૮,૮૦,૬૦૦/-ના કુલ  મુદ્દામાલ સાથે મળી આવી પ્રોહી કલમ-૬પ એ-ઈ, ૯૮-ધ, ૮૧, મુજબનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લેવામાં ભાવનગર, નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર તથા કચેરીના સ્ટાફને સફળતા મળેલ છે.

Previous articleગુજરાતી ફિલ્મ ‘ડેડી આઈ લવ યુ’ના કલાકારો ભાવનગર આવી પહોંચ્યા
Next articleગોપનાથ, વેરાવળ અને દ્વારકા દીવાદાંડીઓને પ્રવાસન હેતુથી વિકસાવાશે : મંત્રી માંડવીયા