જનભાગીદારીથી નવી શિક્ષણ નીતિ ઘડાઈ રહી છે : જાવડેકર

798
guj13112017-6.jpg

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર નર્મદા યોજના, શિક્ષણ નીતિ ્‌ને ફીના ધારાધોરણના સંદર્ભમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નર્મદા યોજના થકી આજે ગુજરાતના ૧૦,૦૦૦થી વધુ ગામડાો,૧૭૩થી વધુ શહેરો,૧૭ જિલ્લાઓ,૧૦ લાખથી વધુ ખેડૂતો અને ૧૮ લાખથી વધુ હેકટર જમીનને પીવાના તેમજ સિંચાઈના લાભો મળવાના છે ત્યારે મારે કોંગ્રેસને પુછવુ છે. કે,ગુજરાતની જનતા જાણવા માંગે છે કે,શા માટે આટલા વર્ષોથી નર્મદા યોજનાને અટકાવી રાખી,શા માટે નર્મદા યોજના પર દરવાજા ન મુકવા દીધા,નર્મદાએ ગુજરાત અને ગુજરાતીઓની જીવાદોરી સમાન છે.ગુજરાત મેરિટના આધારે નંબર વન છે.ભાજપે પોતાનુ મેરિટ બતાવ્યુ છે.કોંગ્રેસના શાસનમાં ૧૯૯૫ પહેલાની અને ભાજપના શાસનમાં ૨૦૧૭ની સ્થિતિના તુલનાત્મક અભ્યાસ કરતા બધુ જ સ્પષ્ટ થાય છે.
કોંગ્રેસના શાસનમાં ૪૧ હજાર સરકારી શાળાઓ હતી અને આજે ૫૮ હજાર સરકારી શાળાઓ છે.આમ ૧૭ હજાર જેટલી સરકારી શાળાઓની સંખ્યા વધી છે.કોંગ્રેસ માત્ર ભ્રામકતા ફેલાવે છે.ફી નિયમન અંગેના પ્રશ્નના જવાબમા તેમણે કહ્યુ કે,આ મુદ્દો કોર્ટમા પેન્ડિંગ છે અને કેન્દ્ર સરકાર આ મામલે ખુબ જ સંવેદનશીલ છે.દિલ્હીમા ઉદભવેલી પર્યાવરણની પરિસ્થિતિ દિલ્હી આસપાસના પાંચ રાજયોમાં પરાવી બાળવાના કારણે ઉદભવી છે.સરકાર તે અંગે સતત ચિંતિત અને કાર્યશીલ હોવાનુ કહી તેમણે ઉમેર્યુ કે,આવનારા ભવિષ્યમાં તેનુ સામાધાન થશે પર્યાવરણ એ રાજકારણનો મુદ્દો નથી.શિક્ષણનિતી અંગે તેમણે કહ્યુ કે,ડો.કસ્તુરીનંદનના વડપણ હેઠળ નિમાયેલી ૮ સભ્યોની કમિટી સતત કાર્યશીલ છે ઉપરાંત લોકોના અભિપ્રાય મેળવવામા આવ્યા છે.જનભાગીદારીથી જનનિતી ધડાઈ રહી છે.વર્ષ-૨૦૨૦થી વર્ષ-૨૦૪૦ સુધીમા નવી નિતિ અમલી બની જશે.

Previous articleગુજરાતના ગૌરવને સાચવવાની જવાબદારી યુવાનોના શિરેઃ રૂપાણી
Next articleમોદી સરકારે પૂરપીડિતોને ૫૦૦ કરોડ ચુકવ્યા નથી : રાહુલ ગાંધી