પાવર ગ્રિડ પ્લાન્ટની બહાર આતંકીઓનો ગ્રેનેડ હુમલો, ૧ જવાન શહીદ : તંગદીલી

818

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ શુક્રવારે મોડી રાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (ઝ્રૈંજીહ્લ)ના જવાન પર ગ્રેનેડથી હુમલો કર્યો. નૌગામના એક પાવર ગ્રિડ પ્લાન્ટની બહાર કરવામાં આવેલા આ હુમલામાં ત્યાં તહેનાત ઝ્રૈંજીહ્લના છજીૈં રાજેશકુમાર શહીદ થયા છે. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. આતંકીઓની શોધમાં સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સવારે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતાં. આ સાથે સેનાનો જવાન બ્રિજેશકુમાર શહીદ થયો હતો. શુક્રવારે આ અથડામણ રાજ્યના સોપોરના પાઝલપોરા વિસ્તારમાં થઈ હતી. જેમાં ૨૨ રાજસ્થાન રાઈફલ્સ, એસઓજી અને સીઆરપીએફ ૯૨ની બટાલિયન સામેલ હતી.  કાશ્મીરમાં ગુરુવારે સુરક્ષાદળોએ અલગ અલગ જગ્યાએ થયેલી અથડામણમાં ૬ આતંકીઓને માર્યા હતાં.

ગુરુવારે અલગ અલગ  બે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ૬ આતંકીઓનો ખાતમો કર્યો હતો. અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં પણ ચાર આતંકીઓ ઠાર કરાયા હતાં.

Previous articleકાસકરને ખાસ સારવાર બદલ પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ
Next articleસંજય મિશ્રાને સોંપાયો ઈડીના નવા કાર્યકારી પ્રમુખનો કાર્યભાર