રાજસ્થાન રાજયની પીસીપી એનડીટી ટીમના અધિકારીઓએ શનિવારની સાંજે મોડાસા ખાતે રેડ કરી હતી. અને ટીમની આ રેડમાં નગરની ઈવા મેટરનીટીમાં ગર્ભ પરીક્ષણ કરી રહેલા તબીબ સહિત ત્રણ શખ્શોને ઝડપી લેવાયા હતા. જયપુરની પીસીપી એનડીટી ટીમે કડવા ચૌથના દિવસે જ છાપો મારી ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા તબીબને ઝડપી લેતાં સન્નાટો છવાઈ ગયો હતો. જયારે આ ટીમ દ્વારા સ્થળ પરથી ગર્ભ પરીક્ષણની રકમ કબ્બ્જે કરી સોનોગ્રાફી મશીન સીલ કરી દેવાયું હતું.
મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલી ઈવા મેટરનીટી હોસ્પિટલ્માં ગેરકાયદેસર રીતે રાજસ્થાનની મહિલાનું ગર્ભ પરીક્ષણ કરી રહેલા તબીબ ર્ડા.મૌલિક ગાંધીને રંગે હાથ ઝડપી લીધા હતા. રાજસ્થાન પીસીપીએનડીટી ટીમના ઉમેશ નીથરવાાલા, હરીનારાયણ શર્મા, ડિસ્ટ્રીક પીસીપીએનડીટી ઓફિસર હરીકાન્ત શર્મા,સંદિપ શર્મા અને પોલસ ઈન્સ્પેકટર સહિતનીી ટીમે છટકુ ગોઠવી મોડાસાના તબીબને રંગેહાથે રોકડ સહિત ઝડપી લેતાં પંથકના તબીબો ફફડી ઉઠયા હતા.
રાજસ્થાના રાજયની પીસીપીએનડીટી અને એનએચએમના મિશન નિર્દેશક નવીન જૈનના જણાવ્યા મુજબ રાજાયની પીસીપીએનડીટી ટીમ દ્વારા ગુજરાતમાં ૧૪મી અને આંતર રાજય ક્ષેત્રે ૪૦મી મળી કુલ ૧૩૫ મી આ રેડ હતી.
રાજસ્થાન રાજયની પીસીપીએનડીટી ટીમના ચેરમેન નવીન જૈનના જણાવ્યા મુજબ ટીમ દ્વારા ડુંગરપુર ના દલાલ દીલીપનો સંપર્ક કરી રેડ કરાઈ હતી.
મોડાસા ખાતેની ઈવા હોસ્પિટલમાં હાથ ધરાયેલી આ આ ગર્ભ પરીક્ષણ દરમ્યાન ટીમને ઈશારો મળતા રેડ કરાઈ હતી અને તબીબ ર્ડા.મૌલિક ગાંધી,દલાાલ સહિત ચાલક મહિપાલસિંહને દબોચી લેવાયા હતા. અને સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું.