આજે ૪૭૪ કેન્દ્રો પર ૯૮ હજારથી પણ વધારે ઉમેદવારો આપશે TATની પરીક્ષા

538

રાજ્યભરમાં ટીચર એપ્ટિટ્યૂટ ટેસ્ટ (ટાટ)ની પરીક્ષા લેવામાં આવશે. અંદાજીત ૪૭૪ કેન્દ્રો પર ૯૮ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. સમગ્ર કાર્યક્રમને પગલે પેપર લીક ન થાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાશે. ગુજરાતમાં હાઇસેકેન્ડરી વિભાગ માટે ટીચર એપ્ટિટ્યૂટ ટેસ્ટ યોજાશે. સમગ્ર ગુજરાતમાં ૪૭૪ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ ૯૮,૧૫૬ ઉમેદવારો પરીક્ષામાં બેસશે.

પ્રમાણે ઉમેદવારો પર નજર કરવામાં આવે તો ૯૬,૫૮૪ ગુજરાતી માધ્યમના ઉમેદવારો છે. જ્યારે કે ૧૧૭૪ અંગ્રેજી માધ્યમના અને ૩૯૮ હિન્દી માધ્યમના ઉમેદવારો પરીક્ષા આપશે.

ભૂતકાળનો બોધપાઠ લઇને પરીક્ષા માટે સરકારે પુરતી તૈયારી કરી દીધી છે. ઉમેદવારોની સાથે પરીક્ષા કેન્દ્રો પર પણ સઘન ચકાસણી કરવામાં આવશે.

આગામી સમયમાં લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનાઓ બનતા તંત્ર દ્વારા તેને રોકવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે રાજ્યમાં હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓને દોર શરૂ થયો છે.મોટી સંખ્યામાં સરકારી ભરતીઓ બહાર પડી રહી છે. અને હવે ટીચર ઓપ્ટિટ્યૂટ ટેસ્ટની પરીક્ષા પણ ઉમેદવારો આપી રહ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી આજે ૯૮ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી તેમનું ભાવી નક્કી કરશે.

Previous articleચોપડાઓ બનાવવાની કામગીરી શરૂ
Next articleસિંચાઇ કાંડમાં ધારાસભ્ય સાબરિયાની ધરપકડ