પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ઍમ્બ્યુલન્સમાં બે લોકોએ 15 વર્ષની એક શીખ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે રવિવારે આ બાબતે જણાવતા કહ્યું કે, તે નનકાના સાહેબ શહેરમાં સ્થિત એક ગુરુદ્વારા પાસેથી ગાયબ થઈ હતી. તે ઘરે પાછી ન આવતાં પરીવારજનોએ પોલીસને આ સૂચના આપી.
કિશોરીના પિતાએ જણાવ્યું કે નનકાના બાયપાસ પર પંજાબ આપાત સેવાની એક ઍમ્બ્યુલન્સ જોઈ હતી. ઍમ્બ્યુલન્સમાંથી અમે છોકરીના ચીખવાનો અવાજ સાંભળ્યો. અમે જલ્દીથી વાહન સુધી પહોંચ્યા અને જોયું તો બે લોકો કિશોરીનું યૌન શોષણ કરી રહ્યા હતા. આરોપીઓએ કિશોરીને બે કિલોમીટર દૂર ગાડીમાંથી બહાર ફેંકી ભાગી ગયા.