બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ જેની સાથે ફિલ્મોમાં ચમકી છે, જેની સાથે પ્રેમના સંબંધમાં બંધાઈ છે અને હવે આવતા મહિને જેની સાથે લગ્નના સંબંધમાં બંધાવાની છે તે સહ-અભિનેતા છે રણવીર સિંહ. આ બંને જણ એકબીજાને છેલ્લા છ વર્ષથી ડેટિંગ કરે છે અને હવે આવતા મહિનાની ૧૪-૧૫ તારીખે ઈટાલીના લેક કોમો ખાતે પરણી જવાના છે.
પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે દીપિકાનો મનપસંદ સહ-અભિનેતા રણવીર સિંહ નથી. અમિતાભ બચ્ચન? ના. શાહરૂખ ખાન?ના. આમિર ખાન? ના. એ છે – ઈરફાન ખાન. દીપિકા અને ઈરફાને ‘પિકુ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. એક મુલાકાત વખતે દીપિકાને જ્યારે પૂછવામાં આવ્યું કે તારો ફેવરિટ સહ-અભિનેતા કોણ? ત્યારે દીપિકાએ ઈરફાનનું નામ આપ્યું હતું. ‘ઈરફાન વગર ‘પિકુ’ ફિલ્મ મારા માટે સ્પેશિયલ બની શકી ન હોત. ઈરફાન મારો ફેવરિટ સહ-અભિનેતા છે,’ એમ દીપિકાએ કહ્યું.