કર્ણાટકમાં સની લિયોનની ફિલ્મને લઇને વિરોધ તીવ્ર

1018

કર્ણાટકમાં લોકપ્રિય અભિનેત્રી સની લિયોનનો વિરોધ હવે દિન પ્રતિદિન વધુને વધુ તીવ્ર બની રહ્યો છે. કર્ણાટકના રક્ષક વેદિક સંગઠન અને અન્ય હિન્દુ સંગઠન દ્વારા પહેલાથી જ સની લિયોનની આવનાર ફિલ્મને લઇને વિરોધ જારી છે. કર્ણાટકના કેટલાક વિસ્તારમાં તો વિરોધ જોરદાર અને વધારે તીવ્ર બને તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ફિલ્મના વિરોધમાં તો કેટલાક લોકો પોતાના હાથમાં ઇજા પણ પહોંચાડી ચુક્યા છે. એવી ધમકી પણ આપવામાં આવી છે કે જો તેમની માંગને પૂર્ણ કરવામાં નહીં આવે તો કર્ણાટકમાં પદ્માવતની જેમ જ વિરોધ વધારે તીવ્ર બની શકે છે. કરણી સેના જેવુ જ આંદોલન કરવામાં આવનાર છે. આ સંગઠન સની લિયોનની આવનાર ફિલ્મ કન્નડ ફિલ્મ વીરમદેવીમાં સનીની ભૂમિકા સામે દેખાવો થઇ રહ્યા છે. તેમનુ કહેવુ છે કે સની લિયોન દ્વારા ફિલ્મમાં વીરાંગનાની ભૂમિકા અદા કરવામાં આવે તે યોગ્ય નથી. સની લિયોનની ભૂમિકાને લઇને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. કારણ કે તે એડલ્ટ સ્ટાર તરીકે રહી ચુકી છે. તેમનુ કહેવુ છે કે સની લિયોન વીરમદેવીની ભૂમિકામાં છે. આના કારણે ઐતિહાસિક મહત્વને નુકસાન થશે. વિરોધ કરનાર લોકો પણ ત્રીજી નવેમ્બરના દિવસે બેંગલોરમાં યોજનાર સની લિયોનના કાર્યક્રમનો વિરોધ કરવા માટે તૈયારી કરી ચુક્યા છે. પ્રથમ વખત સન લિયોનને વિરોધ પ્રદર્શનનો સામનો કરવાની ફરજ પડી રહી છે. તે પહેલા સની લિયોનના કાર્યક્રમનો વિરોધ થઇ ચુક્યો છે. અ૬ે નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં દિપિકાની ફિલ્મ પદ્માવતને લઇને જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ વધારે તીવ્ર બનતા તેની આગ હરિયાણા અને ઉત્તરપ્રદેશમા ંપણ ફેલાઇ ગઇ હતી.

Previous articleરાકેશ શર્મા પરની ફિલ્મમાં કામ કરવા શાહરૂખ તૈયાર
Next articleએશિયન ચેમ્પ્યિન્સ ટ્રોફી : વરસાદને કારણે ફાઈનલ રદ થતા ભારત-પાક. સંયુક્ત વિજેતા