જેગુઆર એફ-પેસ ઈન્જિનિયમ પેટ્રોલ ભારતમાં રૂ. ૬૩.૧૭ લાખમાં લોન્ચ

666

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ આજે જેગુઆરની પ્રથમ પરફોર્મન્સ એસયુવી, એફ-પેસની પેટ્રોલ ડેરિવેટિવનું સ્થાનિક ઉત્પાદન શરૂ કર્યું હોવાની જાહેરાત કરી હતી. પ્રેસ્ટીજ ડેરિવેટિવમાં ઉપલબ્ધ અને ૨.૦ લિ ૪- સિલિંડર, ૧૮૪ કેડબ્લ્યુ ટર્બોચાર્જડ ઈન્જિનિયમ પેટ્રોલ એન્જિન દ્વારા પાવર્ડ સ્થાનિક ઉત્પાદન કરાયેલા મોડેલ યર ૨૦૧૯ એફ-પેસની કિંમત રૂ. ૬૩.૧૭ લાખ  છે. જેગુઆર લેન્ડ રોવર લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ રોહિત સુરીએ જણાવ્યું હતું કે ભારતમાં લોન્ચ કરાઈ ત્યારથી બે વર્ષમાં જેગુઆર એફ-પેસે જેગુઆરના ચાહકો અને ઈચ્છનીય ગ્રાહકોની કલ્પનાઓને સંતોષી છે. હવે એફ-પેસની સ્થાનિક ઉત્પાદન કરવામાં આવેલી ઈન્જિનિયમ પેટ્રોલ ડેરિવેટિવના લોન્ચ સાથે અમારી પ્રથમ જેગુઆર એસયુવીનું આકર્ષણ વધુ બહેતર બનશે.

જેગુઆર એફ-પેસ બેજોડ ગતિશીલતા અને રોજબરોજની ઉપયોગિતા સાથે સર્વ જેગુઆર જેને માટે જાણીતી છે તે સ્થિતિસ્થાપકતા, પ્રતિસાદાત્મકતા અને બારીકાઈ પ્રદાન કરે તે રીતે ડિઝાઈન અને ઈજનેરી કરવામાં આવી છે. ૨૦૧૯ માટે જેગુઆર એફ-પેસ આકર્ષક વિશિષ્ટતાઓની શ્રેણી સાથે આવે છે, જેમાં પાર્ક આસિસ્ટ, કેબિન એર આયોનાઈઝેશન, ડ્રાઈવ કંડિશન મોનિટર, ૩૬૦ ડિગ્રી ર્પાકિંગ સેન્સર્સ, એડપ્ટિવ એલઈડી હેડલાઈટ્‌સ, વાય- ફાય હોટસ્પોટ્‌સ અને પ્રો સર્વિસીસ તથા ૨૫.૯૧ સેમી (૧૦.૨) ટચ સ્ક્રીનનો સમાવેશ થાય છે. મોડેલ યર ૨૦૧૯ માટે વધારાના ફેરફારોમાં ઈલ્યુમિનિટેડ અને મેટલ ટ્રેડપ્લેટ્‌સ, ૧૦- વે સીટ્‌સ માટે ક્રોમ સ્વિચીસ, સ્યુડ ક્લોથ હેડલાઈનર અને બ્રાઈટ મેટલ પેડલ્સનો સમાવેશ થાય છે.

Previous articleગાંધીનગરમાં એકતાયાત્રાનું ઉષ્માભર્યુ સ્વાગત
Next article૧૦ વર્ષમાં ૬૦૦થી વધારે કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ થયું