ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો

914

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનાં ઘરે આનંદ છવાયો છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક હવે પિતા બની ગયો છે. આ વાતની જાણકારી તેણે ટિ્‌વટ કરીને આપી હતી. તો ફરાહ ખાને પણ સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝા મા બની હોવાનાં સમાચાર આપ્યા છે. સાનિયાએ દીકરાને જન્મ આપ્યો છે. બોલીવુડ ફિલ્મ મેકર ફરાહ ખાને આની જાહેરાત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતની જાહેરાત કરી છે. ફરાહ ખાને એક એનિમેટેડ તસવીર શેર કરી છે જેમાં લખી છે, ‘મ્ટ્ઠહ્વઅ સ્ૈડિટ્ઠ સ્ટ્ઠઙ્મૈા ૈંજ ૐીિી.’ આ તસવીર પર ફરાહનું પણ એનિમેશન છે જેમાં લખવામાં આવ્યું છે, ‘હું માસી બની ગઈ.’ ફરાહે તસવીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘ફાઇનલી લાંબા સમય બાદ ઘણા સારા સમાચાર આવ્યા છે. શુભકામનાઓ સાનિયા મિર્ઝા, શોએબ મલિક.’ ફરાહ અને સાનિયા મિર્ઝા પણ ઘણી જગ્યાએ એક સાથે જોવા મળી ચુકી છે. પિતા બનેલા શોએબ મલિકે આ વાતની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે, ‘ઘણાં જ ઉત્સાહ સાથે જણાવી રહ્યો છું કે દીકરો થયો છે.’

Previous articleરાયડુને ૨૦૧૯ના વર્લ્ડકપ સુધી સાથ આપવાની જરૂર : કોહલી
Next article૨૦૧૯નો વર્લ્ડ કપ જીતવા કોહલીને ધોનીની જરૂર પડશે : સુનિલ ગાવસ્કર