જળ સંચયના ૨ રોડથી વધુના કામો બાદ નાણા ચૂકવાયા નથી

885

રાજ્ય સરકારની સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ખેડૂતો,દૂધ મંડળીઓ તેમજ ગ્રામ પંચાયતો દ્વારા ૨ રોડથી વધુના કામો કરાયા હતા. પરંતુ સરકાર દ્વારા પાંચ મહિનાનો સમય વિતવા આવ્યો છતા એજન્સીઓને ફૂટી કોડી પણ ન ચૂકવતા એજન્સીઓને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

સરકાર દ્વારા ઉનાળાની સિઝનમા મોટા ઉપાડે સુજલામ સુફલામ જળસંચય યોજના બનાવી રાજ્યભરમાં તળાવો, ચેકડેમો, કેનાલો ઉંડી કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત હેઠળના ૧૭૬ તળાવો, ૩૮ ચેકડેમો જેમાં સરકારના પ્રતિઘન મીટર એસઓઆરના ભાવ ૩૭ રૃપિયા છે. તેની જગ્યાએ સરકારે રૃપિયા ૩૦ આપવાના નક્કી કર્યા હતા. તેમાં અડધા એટલે કે ૧૫ રૃપિયા પ્રતિઘન મીટર એજન્સી અને ૧૫ રૃપિયા સરકાર ભોગવશે તેવુ નક્કી કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતો, ખેડૂતો, દૂધ મંડળીઓ દ્વારા હોશે હોશે સરકારની યોજનાને સફળ બનાવવા માથે દેવા કરીને જળસંચયના કામો પોતાના માથે લીધા હતા. મે-જૂન માસમાં હાથ ધરાયેલ કામો પૂર્ણ થયાને પાંચ મહિના વિતવા આવ્યા છતા સરકાર દ્વારા ચૂકવવાના થતા ૨ કરોડથી વધુ નાણા આજદિન સુધી એજન્સીઓને અપાયા નથી. જેને લઇને એજન્સીઓને રાતા પાીએ રોવાનો વારો આવ્યા છે. નાણા ચૂકવવા મુદ્દે જિલ્લા કલેકટરથી માંડી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છતા તંત્રના પેટનું પાણી હલતું નથી.એક બાજુ સરકાર દ્વારા જળસંચયની યોજનાને ત્રણ વર્ષ સુધી ચલાવવાની જાહેરાત કરી છે. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ, પહેલા ર્ષ જ એજન્સીઓને પોતાના હકના નાણા ચૂકવવામાં અખાડા કરાતા હવે આગામી વર્ષોમાં આવી એજન્સીઓ કામ કરવા તૈયાર નહી થાય. અરવલ્લીમાં એજન્સીઓના નાણા દિવાળી પહેલા નહીં ચૂકવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજનાના કામો કરવા સરકાર દ્વારા એનજીઓને પણ અપીલ કરાઈ હતી. પરંતુ એનજીઓએ ચતુરાઇથી કામો હાથ પર ન લેતા બચી ગઈ હતી. નહીંતર ખેડૂતો ગ્રામ પંચાયતો, દૂધ મંડળીની જેમ તેને પણ માથે ઓઢીને રોવાનો વારો આવે તેમ હતો.

Previous articleપાટણ-બનાસકાંઠામાં પરવાનગી વગર ધમધમતા બાયો ડિઝલ પંપો
Next articleઝીકા વાયરસના પગલે ગુજરાતમાં પણ અગમચેતી