રાજુલાની પુંજાબાપુ ગૌશાળા દ્વારા દિવાળી નિમિત્તે ગરીબોને મિઠાઈ અને વસ્ત્રદાન

687

રાજુલા ખાતે પુંજાબાપુ ગૌશાળામાં લુલી-ગંગડી ગાય માતાની અને સેવા બજાવતું રૂદ્રગણની અનેરી સેવાકિય સિધ્ધિ દિવાળીના તહેવારમાં ગરીબ પરિવારને મિઠાઈઓ તથા વસ્ત્રદાન કરાતા વેપારી એસો.એ પ્રમુખે શુભેચ્છા પાઠવી છે.

રાજુલા શહેરમાં વર્ષોથી ચાલતી પુંજાબાપુ ગૌશાળા જેમાં કોઈને એમ થતું હોય કે ગૌશાળા એટલે આવકનું સાધન દુધ ઘી છાશ સહિત વેચીને નફો કરતું હશે. હા, આ પ્રવૃત્તિ અન્ય જગ્યાએ થતી પણ હોય છે પણ અહીંયા સ્વ.પુંજાબાપુ હૈયાત હતા ત્યારે પોતે રખડતી ભટકતી ઘાયલ બિમાર કે જે ગાયની પાસે કોઈ જઈ ન શકતું એવી દુર્ગંધ મારતી ગાયને પુંજાબાપુ પાટા પીંડી કરી ગાયોની ખૂબ સેવા કરતા તેની ઉપરથી જ રાજુલા શહેરના ખુદ ધાખડા પરિવાર વેપારી એસોસીએશન અને દાતાઓ દ્વારા આગરીયા જકાતનાકા પાસે શરૂ કરી ગૌશાળા આ ગૌશાળાનું નામ પુંજાબાપુ (ધાખડા) પરિવાર રાજુલા જ વતની હોય તે માટે ગૌશાળાનું નામ પુંજાબાપુ ગૌશાળા રાખવામાં આવ્યું પણ આ ગૌશાળામાં આજની તારીખે લુલી-ગંગડી ગાયોની સેવા રૂદ્ર ગણ પરિવાર જેમાં રાજુલા શહેરના તમામ જ્ઞાતિના લોકો જોડાઈને સંસ્થા ચલાવે છે તે રૂદ્ર ગણ સંસ્થાના યુવાનો દ્વારા વધુ એક સિધ્ધિ સેવાકિય પ્રવૃત્તિ દિવાળીના પવિત્ર તહેવારોમાં વર્ષોથી ગરીબ પરિવારોને મીઠાઈઓ તેમજ ગરીબ પરિવારને વસ્ત્રદાન કરતા આવ્યા છે તેમ આ વર્ષે પણ સેવાકિય પરંપરાને જાળવી રાખતા રૂદ્ર ગણ સંસ્થાના તમામ નાના મોટા સભ્યોએ ગરીબ પરિવારને મિઠાઈઓના ફુડ પેકેટ અને વસ્ત્રદાન કરાતા ચેમ્બર ઓફ કોમર્સના રાજુલા શહેર પ્રમુખ તમામ વેપારીઓ વતી રૂદ્રગણને શુભેચ્છા પાઠવી હતી તેમજ પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી, માર્કેટ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ અને સમસ્ત ભાજપ પરિવાર દ્વારા રૂદ્રગણને શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleરાયડી ડેમની કેનાલમાં બે દિવસમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોની આંદોલનની ચિમકી
Next articleજેની કિંમત ન હોય એ વસ્તુ જ અમુલ્ય હોય – પુ. બાપુ