ટેક્નોલોજી વગર જીવનની કલ્પના પણ મુશ્કેલ : પીએમ મોદી

1046

ભારત ઈટાલી ટેક્નોલોજી સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે ટેક્નોલોજીને સામાજીક ન્યાય, સશક્તિકરણ, સમાવેશ, સક્ષમ સરકારી તંત્ર અને પારદર્શિતાનું માધ્યમ બનાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે આઇટી સોફ્ટવેર પાવરની પોતાની ઓળખને નેકસ્ટ લેવલ પર લઈ જવા માટે આગળ વધી રહ્યું છે. અમે ભારતમાં જીષ્ઠૈીહૈંકૈષ્ઠ ્‌ીદ્બીથિી ટેક્નોલાજી ટેમ્પ્રામેન્ટ વિકસિત કરવા માટે ભાર આપી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે જન્મ પ્રમાણપત્રથી લઈને વૃદ્ધોના પેન્શન સુધીની ઘણી સુવિધાઓ આજે ઓનલાઈન છે.

૩૦૦થી વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓને ઉમંગ એપના માધ્યમથી એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે. સમગ્ર દેશમાં ૩ લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટર્સથી ગામેગામમાં ઓનલાઈન સેવા આપવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં જે નવીનતા થઈ રહી છે. તેની ક્વોલિટી પર ભાર આપવામાં આવી રહ્યો છે. ભારતનો સ્પેસ પ્રોગ્રામ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેની સફળતા ઈટાલીમાં પણ અનુભવી છે. ભારત આજે ઈટાલી સહિત દુનિયાના અનેક દેશોની સેટેલાઈટ ઓછા ખર્ચે અંતરિક્ષમાં મોકલી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ટેક્નોલોજી વગર જીવન જીવવુ મુશ્કેલ છે. દરેકનું જીવન ટેક્નોલોજીથી જોડાયેલું છે અને ટેક્નોલોજીની ગતિ ખૂબ જ ઝડપી છે.

Previous articleરાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે : ૧૦ દિવસનું એલર્ટ જાહેર
Next articleભારતમાં ફેરફારોને લઇને હોબાળો વધુ છે : મલાઇકા