ટીમ ઇન્ડિયાના ’ગબ્બર’ શિખર ધવન આઇપીએલ ૨૦૧૯માં પોતાની હોમ ટીમ દિલ્હી ડેરડેવિલ્સમાં રમતો દેખાશે. આ દમદાર ઓપનરની ૧૧ વર્ષ બાદ ડેરડેવિલ્સમાં ટીમમાં વાપસી થવાનું નક્કી છે. જોકે, ફ્રેન્ચાઇઝી તરફથી આની ઓફિશિયલ જાહેરાત થવાની હજુ બાકી છે.
શિખર ધવનને ટ્રેક કરવાથી સનરાઇઝર્સ હૈદરાબાદને દિલ્હીથી વિજય શંકર, અભિષેક શર્મા અને શાહબાજ નદીમના રૂપમાં ત્રણ ખેલાડી મળશે. શિખર ધવને ૨૦૦૮માં દિલ્હી માટે રમતા આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ. તે છેલ્લા કેટલાય વર્ષોથી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ છે.
સનરાઇઝર્સે ગઇ સિઝનમાં તેમને રિટેમ કરવાના બદલે રાઇટ ટૂ મેચ કાર્ડ દ્વારા ૫.૨ કરોડની રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે દિલ્હીએ વિજય શંકરને ૩.૨ કરોડ, નદીમને ૩.૨ કરોડ અને અભિષેકને ૫૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલે આ ત્રણેય ખેલાડીઓ માટે કુલ ૬.૯૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ટ્રેડિંગ વિન્ડો અંતર્ગત શિખર હવે દિલ્હીની ટીમ સાથે જોડાઇ જશે અને હૈદરાબાદને બાકીની રકમ કેશ આપી દેવી પડશે.