ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી મેચ થિરવનંતપુરમ ખાતે રમાનાર છે. ભારતીય ટીમ શ્રેણીમાં હાલમાં ૨-૧ની લીડ ધરાવે છે. શ્રેણીમાં હજ સુધી ભારતે બે અને વેસ્ટ ઇન્ડિઝે એક મેચ જીતી છે. એક મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગયા બાદ છેલ્લા બોલે ટાઇ પડી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી ૩-૧થી જીતી લેવા માટે તૈયાર છે. વિરાટ કોહલી વર્તમાન શ્રેણીીમાં ત્રણ સદી ફટકારી ચુક્યો છે. જેથી મેન ઓફ ધ સિરિઝ માટે તે પ્રબળ દાવેદાર છે. બીજી બાજુ રોહિત શર્મા પણ બે સદી સાથે લાંબી ઇનિગ્સ રમી ચુક્યો છે. બનંને પર ચાહકોની નજર રહેશે. પૂર્વ કેપ્ટન ધોની ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતીમાં તેના પર પડકાર છે. તે ટ્વેન્ટી મેચોમાંથી પડતો મુકી દેવામાં આવ્યો છે. આવી સ્થિતીમાં હવે વનડે મેચોને લઇને પણ તેના પર ભારે દબાણ છે.આ પહેલા મુંબઇમાં રમાયેલી ચોથી વનડે મેચમાં ભારતે વિન્ડિઝ ઉપર ૨૨૪ રને જીત મેળવીને પાંચ વનડે મેચોની શ્રેણીમાં ૨-૧થી લીડ મેળવી હતી. આ પહેલાની મેચમાં વિન્ડિઝે ભારત ઉપર જીત મેળવી હતી. જ્યારે પહેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. એક મેચ ટાઈમાં પરિણમી હતી. છેલ્લી મેચમાં રોહિત શર્માએ ફરી એકવાર ધરખમ બેટિંગ કરી હતી અને ૧૩૭ બોલમાં ૨૦ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૬૨ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત રાયડુએ ૮૧ બોલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી. કરોડો ચાહકો મેચને લઇને ભારે ઉત્સુક છે. બનંને ટીમો નીચે મજબ છે.
ભારત : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેકે અહેમદ, ચહેલ, ધવન, ધોની, જાડેજા, કુલદીપ, સામી, પાંડે, પંત, રાહુલ, રાયડુ, ઉમેશે.
વિન્ડિઝ ટીમ : હોલ્ડર, એલેન, અમ્બરીશ, બિશુ, હેમરાજ, હેટમાયર, હોપ, જોસેફ, લુઈસ, નર્સ, પોલ, પોવેલ, રોચ, સેમ્યુઅલ, થોમસ.