૯ વર્ષ સુધી ગ્રહોની ખોજ કર્યા બાદ નાસાનું કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ નિવૃત્ત

805

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનું ગ્રહોને શોધવા માટેનું કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ નષ્ટ થયું છે. આ દૂરબીન ૯ વર્ષની સેવા પછી નિવૃત્ત થવાનું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ૨,૬૦૦ ગ્રહોની શોધમાં મદદ કરનાર કેપ્લર દૂરબીનનું ઇંધણ પૂરું થયું છે તેથી તેને નિવૃત્ત કરવામાં આવી રહ્યું છે. ૨૦૦૯માં સ્થાપિત કરાયેલા આ દૂરબીને અબજોની સંખ્યામાં છુપાયેલા ગ્રહોથી અમને અવગત કરાવ્યા છે અને બ્રહ્માંડ વિશે અમારી સમજણને વધુ બહેતર બનાવી છે.

નાસા તરફથી જાહેર કરાયેલા નિવદેન અનુસાર, કેપ્લરે બતાવ્યું કે રાત્રિમાં આકાશમાં દેખાતા ૨૦થી ૫૦ ટકા તારાઓના સૌરમંડળમાં પૃથ્વીના આકારના ગ્રહો છે અને તેઓ પોતાના તારાઓના રહેવા લાયક ક્ષેત્રની અંદર સ્થિત છે.

તેનો અર્થ એ છે કે તે તેમના તારાઓ એટલા અંતર પર સ્થિત છે, જ્યાં આ ગ્રહ પર જીવન માટે સૌથી મહત્વપૂર્ણ પાણી હોવાની શક્યતા છે. નાસાના એસ્ટ્રોફિઝિક્સ વિભાગના ડિરેક્ટર પોલ હટ્‌ર્ઝે જણાવ્યું કે કેપ્લરનું જવું કંઈ અનપેક્ષિત નહતું. કેપ્લરનું ઇંધણ પૂરું થયું હોવાના સંકેત લગભગ બે અઠવાડિયા પહેલા મળ્યા હતા. તેનું ઇંધણ સંપૂર્ણ રીતે સમાપ્ત થાય તે પહેલાં જ વૈજ્ઞાનિકો તેની પાસે હાજર તમામ ડેટા એકત્ર કરવામાં સફળ રહ્યાં છે.

અત્યારે કેપ્લર જમીનથી દૂર સુરક્ષિત કક્ષામાં છે. નાસા કેપ્લરનાં ટિ્‌વટર હેન્ડલથી તેના વિશે માહિતી આપતી ટ્‌વીટ પણ કરાઇ છે. તેના અનુસાર આ ટેલિસ્કોપ ૯.૬ વર્ષ સુધી અવકાશમાં રહી ૫,૩૦,૫૦૬ તારાઓનું અવલોકન કર્યું અને તેમાંથી ૨,૬૬૩ ગ્રહોની પુષ્ટિ કરવામાં આવી છે.

 

Previous articleમુકેશ મુશ્કેલીમાં : આરઆઈએલને પેટ્રોલિયમ વ્યાપારમાં મોટો ઝટકો
Next articleજમાત-ઉદ-દાવા જેવાં આતંકી સંગઠનો પરથી પાકિસ્તાને પ્રતિબંધ હટાવ્યો