એડ્‌સલાઇટે રિચાર્જેબલ ટોર્ચ લાઇટ-નૈનો લોન્ચ કર્યા

1663

એલઇડી લાઇટિંગ સોલ્યુશન્સ કંપની એડ્‌સલાઇટે હાલમાં જ પોતાના નવીનત્તમ રિચાર્જેબલ ટોર્ચ લાઇટ-નૈનોના લોન્ચની જાહેરાત કરી છે. નૈનોમાં મજબૂત અને બ્રેક પ્રતિકારક બાડી જેવી નવા અદ્‌ભૂત વિશેષતાઓ છે.

નૈનો રિચાર્જેબલ ટોર્ચ રાહત તથા બચાલ કાર્યો, ટ્રેકિંગ દરમિયાન અને સુરક્ષા ઉદ્દેશ્યોવાળી ગતિવિધિયો માટે પણ ઉપયોગી છે.

તેમાં વધુ સારી રોશની માટે અમેરિકાથી મંગાવેલ ઉજ્જવલ એલઇડી લાગી છે. હલકા વજનના કારણે, ટોર્ચને લઇ જવી અને સંભાળવી સરળ છે. આ ટોર્ચમાં રિચાર્જેબલ બેટરી છે, અને ટોર્ચનું બેકઅપ ૧૦ કલાકથી વધારે છે. નૈનો રિચાર્જેબલ સ્માર્ટ એલઇડી ટોર્ચલાઇટની કિંમત રુ. ૮૪૫ છે અને આ http://andslite.com પર ઓનલાઇન ઉપલબ્ધ હશે.

નૈનોની જાહેરાતના અવસર પર એડ્‌સલાઇટના મેનેજિંગ ડિરેક્ટર શ્રવણન પલાનિસમીએ જણાવ્યું કે, “રિચાર્જેબલ ટોર્ચલાઇટ, નૈનો લોન્ચ કરીને અમે ઉત્સાહિત છીએ અને ગર્વ  મહેસુસ કરી રહ્યાં છીએ. બ્રાન્ડ માટે અમારું દ્રષ્ટિકોણ લાઇટિંગને ટકાઉ અને પર્યાવરણ અનુકૂળ બનાવાનું છે. હાલમાં લોન્ચ કરેલ આ પ્રોડક્ટ પાછળ અમારી સોચ તેની ઓછી કિંમત અને ઉર્જા બચાવા માટે એલઇડીના ઉપયોગ પર કેન્દ્રિત રહેલ છે. અમારું લક્ષ્ય ગ્રામીણ અનેે શહેરી વિસ્તારના પોતાના ગ્રાહકોને ઓછી કિંમત પર તેમની જરુરતોંને પૂરી કરવાનું છે.

Previous articleડ્રિપ કેપિટલે રાજકોટના નિકાસકારો સાથે ગાઢ ચર્ચા કરી
Next article૭૬ ઘેટાના મોત બાદ મહેસાણા-પાટણની વેટરનરીની ટીમો દોડી