સિહોરની એલ.ડી.મુનિ હાઈસ્કૂલના આચાર્ય બોદર વયમર્યાદાના કારણે આજરોજ નિવૃત્ત થતા સ્કૂલ મેનેજમેન્ટ તથા સ્ટાફ દ્વારા વિદાઈ સમારંભ યોજ્યો હતો.
ખરેખર બોદર દ્વારા એલ.ડી.મુનિ.હાઈસ્કૂલ જયારથી આચાર્યપદ સંભાળ્યું ત્યારથી આ સ્કૂલમાં ચાર ચાંદ લગાવ્યા છે આજે આ સ્કૂલમાં સમગ્ર જગ્યાએ સી.સી ટીવી., વિશાળ સ્વચ્છ ગ્રાઉન્ડ,૧૦ અને ૧૨ ની બોર્ડ એક્ઝામ સેન્ટર હોવા છતાં કોઈ ખોટા કોપી કેસો નથી થયા પણ સ્કૂલનું રિઝલ્ટ કેમ ઊંચું આવે અને વિદ્યાર્થીઓમાં કેમ અભ્યાસની કુશળતા વધે તેવા પ્રયાસો હાથ ધરી હાઈસ્કૂલને સફળતાના શિખરો સર કરાવ્યા છે સુંદર કામગીરી કે હાઈસ્કૂલના ફ્રી પિરિયડમાં પણ કોઈ વિદ્યાર્થી બહાર જોવાના મળે શિસ્તબધ્ધ સંચાલનથી વિદ્યાર્થીઓમાં પણ શિસ્તબધ્ધતા જોવા મળે છે ત્યારે આવા આચાર્ય વયમર્યાદાથી નિવૃત્ત થતા એક ખોટ જરૂર પડશે તે વાત ચોક્કસ છે. આ વિદાય સમારંભમાં અગાઉ નિવૃત્ત થયેલ શાળા આચાર્યો, શિક્ષકો તથા ટ્રસ્ટીઓ, સ્કૂલ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા