સરદાર પટેલ, ઈન્દીરા ગાંધીને કોંગ્રેસ દ્વારા સ્મરણાંજલિ અપર્ણ

722

અખંડ ભારતના શીલ્પી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભાઈ પટેલની આજે ૧૪૩મી જન્મજયંતિ તેમજ ભારતના લોકલાડીલા પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેરના સરદારબાગ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તે જ રીતે સ્વ. ઈન્દિરાજીની છબીને ફુલહાર કરી સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ  રાજેશ જોષી, ભાવ. મ્યુ. વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો, નગરસેવકો, જુદી-જુદી પાંખના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleનવી માણેકવાડી પાસેથી વૃધ્ધાના પર્સની લૂંટ કરનાર શખ્સ ઝબ્બે
Next articleસરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ સરદારબાગમાં પ્રતિમાને પુષ્પાંજલી કરતા કમિશ્નર