ભાંકોદરની શ્વાન એનર્જી કંપનીમાં ઓવરલોડ પત્થરોના ટ્રકની હેરાફેરી : તંત્રનું ભેદી મૌન

840

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામમાં આવેલ મહાકાય શ્વાન એનર્જી કંપની આવી રહી છે. જે ગુજરાતની સૌથી મોટી જેટી બની રહી છે. જેમાં દરિયામાં આ મહાકાય પથ્થરો જઈ રહ્યાં છે. માર્ગોપર રાત દિવસ ઓવરલોડ ટ્રોક ગેરકાયદેસર દોડી રહ્યાં છે. દરરોજના આશરે ૩૦૦ ટ્રકો દરિયામાં જઈ રહ્યાં છે. અહીં આવેલ રાજુલા પંથકના થોરડી સુધીના ભરડીયામાં રાત દિવસ બ્લાસ્ટીંગ કરી પથ્થરો કઢાય છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભારે રોષ ફાટી નિકળ્યો છે સાથે મોટાભાગે રાતના સમયે સૌથી વધુ બ્લાસ્ટીંગ કરી આ પ્રકારના પથ્થરો કઢાય છે તેવા સમયે ઓવરલોડ ટ્રકો અહીંથી પથ્થરો ભાંકોદર ગામમાં આવેલી શ્વાન એનર્જી કંપનીમાં જઈ રહ્યાં છે. જેના કારણે આસપાસના ગામોના માર્ગો પર અતિ બિસ્માર હાલતમાં અને ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પણ પરેશાન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ટ્રકો છેલ્લા ૧ માસથી બેફામ રીતે માર્ગો પર દોડી રહ્યાં છે સાથે રાજકિય નેતા વગ ધરાવતા લોકો કોન્ટ્રાક્ટરો હોવાને કારણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ દ્વારા ઢીલી નીતિ રખાતી હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે સાથે સાથે પથ્થર કૌભાંડમાં વહિવટી તંત્ર અને ખાણખનીજ વિભાગ સહિત પોલીસ તંત્ર સંયુકત ટીમો બનાવી તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ ઝડપાય તેમ છે. અહીં આવેલ ઉદ્યોગ શ્વાન કંપની પર દેશના રાષ્ટ્રીય નેતાના આશિર્વાદના કારણે અમરેલી જિલ્લાના ઉચ્ચ અધિકારી સહિત સ્થાનિક અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. રાજુલા-જાફરાબાદમાં તંત્ર રેતીના ટ્રકોનું ચેકીંગ કરશે પરંતુ પથ્થરના ભરેલા ટ્રકોનું ચેકીંગ હજુ સુધીમાં કોઈ અધિકારી દ્વારા કરવામાં આવતું નથી. તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે.

મોટાભાગના ભરડિયામાં ર૪ કલાક બ્લસ્ટિંગ

સેંકડો ટ્રકો પથ્થરની હેરાફેરી રાતદિવસ કરે છે. રાજુલાથી થોરડી સુધીના ભરડિયામાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટિંગ ઠહ રહ્યું છે. શા માટે કોઈ તપાસ કરતું નથી તેવા વેધક સવાલો ઉઠી રહ્યાં છે.

૩૦૦ જેટલા ટ્રકો હેરાફેરી કરે છે કોઈ રોકશે ખરા ?

મોટાભાગના ટ્રકો ભાકોદરમાં આવેલી શ્વાન એનર્જી કંપનીમાં પથ્થરો નાખી રહ્યાં છે. ઓવરલોડ હોવા છતા કેમ કોઈ જવાબદાર અધિકારી કર્મચારી હિંમત નથી કરતા તે પણ મોટો સવાલ ઉઠી રહ્યાં છે. સામાન્ય માણસોના ટ્રકો ગમે ત્યારે રોકટોક કરે છે. મહાકાય પથ્થરો સામે કેમ આંખો બંધ ?

શ્વાસ એનર્જી પર ક્યાં દિગ્ગજ નેતાના આશિર્વાદ ?

જાફરાબાદમાં આવેલ ભાકોદર ગામમાં શ્વાન એનર્જી કંપની પર દેશના દિગ્ગજ નેતાની રાજુલા-જાફરાબાદમાં ચર્ચા થાય છે. વારંવાર સોશ્યલ મિડીયામાં મેસેજ પણ વાયરલ થયા હતા ત્યારે આ બાબતે વિપક્ષની પણ ભેદી મૌન છે.

Previous articleધોળકા-ખેડા હાઈવે પર બે અકસ્માતમાં બે બાઈક સવાર ના મોત : અરેરાટી પ્રસરી
Next articleસરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને ફ્રુટ વિતરણ