અખંડ ભારતના મહાન શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતિની ઉજવણી સરદાર યુવા મંડળ-ભાવનગર દ્વારા તા.૩૧-૧૦-૧૮ના રોજ સરદારબાગ ખાતે રકતદાન કેમ્પ યોજેલ. તેમાં મંડળના પ્રમુખ ભરત મોણપરાએ રકતદાન કરીને કેમ્પને ખુલ્લો મુક્યો તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલી અર્પવામાં આવી તેમજ રકતપિત દર્દી ભાઈ-બહેનોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું તેમજ તા.ર૮-૧૦-૧૮ના રોજ બેતાળા ચશ્મા કેમ્પ યોજેલ. આમ સરદાર જયંતિની ઉજવણી લોકઉપયોગ સેવા કાર્યોથી સરદાર યુવા મંડળ દ્વારા કરવામાં આવી. જેમાં મંડળના પ્રમુખ ભરત મોણપરા, કાનજી બાંભણીયા, અશોક મકવાણા, જીવરાજ કંટારીયા, યોગેશ દીયોરા, ભરત જીવાણી, કેતન પટેલ, ચેતન બાંભણીયા, અશોક પંડ્યા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સર ટી. હોસ્પિટલની બ્લડબેંકની ટીમ રકત લેવા ઉપસ્થિત રહેલ.