શિશુવિહાર સ્કુલની સામેના મકાનમાંથી ચોરી કરનાર ચાર રીઢા તસ્કર  ઝડપાયા

1844

શહેરના શિશુવિહાર સ્કુલ સામેના બંધ મકાનમાંથી  ત્રણ દિવસ પુર્વે રૂા. ૭.પ૦ લાખના માલ-સામાનની ચોરી કરનાર ચાર રીઢા તસ્કરને એસઓજી ટીમે રૂા. ૧,ર૭,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી આધારેરૂવાપરી માતાજીના મંદિર સામે એક્સેસ કંપની પાછળના ભાગે આવેલ ખારમાંથી ચાર આરોપીઓ

વસીમભાઇ ઉર્ફે લંઘો ગફારભાઇ લંઘા ઉ.વ.૨૫ રહે. મતવા ચોક, આરબવાડના નાકે ભાવનગર, રવિભાઇ ભુપતભાઇ બારૈયા ઉ.વ.૨૬ રહેવાસી રાણીકા, લુહારવાડી આંબલી પાસે ભાવનગર, રવિભાઇ ઉર્ફે શેરો નટુભાઇ બારૈયા ઉ.વ.૨૩ રહેવાસી રાણીકા, મામા કોઠા, સાંઇઠ ફળી, ભાવનગર, અલ્પેશ ઉર્ફે લાલો ચંદુભાઇ ચુડાસમા ઉ.વ.૧૯ રહે કરચલીયા પરા, ઠાકર દ્રારા પાસે કુલ રૂપિયા ૧,૨૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

આરોપીઓની પુછપરછ કરતા ત્રણ દિવસ પુર્વે શીશુ વિહાર સર્કલ પાસે એક રહેણાંકી મકાનમાંથી મુદ્દામાલ ચારેય આરોપીઓએ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી ચોરી બાબતે વેરીફાઇ કરતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં તા. ૨૮/૧૦/૨૦૧૮ના રાત્રીના સમયે ફરિયાદી સલમાન અબ્દુલ મુનાફ મલેક/મેમણ, રહે. પ્લોટ નં.૫૦૨/બી/૧, શીશુવિહાર સ્કુલની સામે ભાવનગરવાળાના બંધ મકાનમાંથી રૂપિયા ૭,૫૦,૬૭૭/- ની મત્તાની ચોરી થયા અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુન્હો રજી. થયેલ છે. જેથી આરોપીની ઘરપકડ કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

Previous articleપૈસાની લેતી-દેતી મામલે યુવાન પર હિંચકારો હુમલો
Next articleકલસ્ટર મેગા જોબ ફેરનું આયોજન