ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઇકાલે સરદાર સરોવર, કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે સન્માન અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહીને લોકોને ઉત્સાહિત કરીને માર્ગદર્શન આપ્યું તે બદલ સમગ્ર ગુજરાતની જનતા વતી આભારની લાગણી વ્યક્ત કરુ છુંં. આ ઐતિહાસિક પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના કુટુંબીજનોએ પણ હાજર રહીને આ પ્રસંગને વધુ ગરિમાય બનાવ્યો તે બદલ તેમનો પણ આભાર માનું છું. આ લોકાર્પણ પ્રસંગે સાધુસંતો, સંપ્રદાયોના વડાઓ તેમજ તમામ સમાજોના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ જુદા જુદા રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલ મહેમાનો સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા તમામ રાષ્ટ્રપ્રેમી લોકોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આઝાદીની લડત અને ત્યારબાદ દેશને સંગઠિત કરવા માટે પોતાની જાત ઘસી નાંખનાર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ જીવંત છે અને સદાય જીવંત રહેશે. જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતં કે, ગુજરાતના બે પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગજુરાતમાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરો એ રાજ્યમાં ચૂંટણી પ્રચાર અને વ્યવસ્થામાં મદદરુપ થવા માટે જનાર છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપના ૧૦૦૦થી વધુ કાર્યકરો અને આગેવાનો મહામંત્રી કેસી પટેલ તતા શંકરભાઈ ચૌધરીની આગેવાની હેઠલ તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાજપના ૧૦૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો મધ્યપ્રદેશ ખાતે વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને વ્યવસ્થામાં જનાર છે.
ભાજપના પ્રભારીઓ નિમાયા
લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપના પ્રભારી, ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જોની નિમણૂંક આજે કરવામાં આવી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી માટે પણ ભાજપના કાર્યકરો પ્રચાર માટે જશે. પ્રભારી, ઇન્ચાર્જ, સહઇન્ચાર્જની યાદી નીચે મુજબ છે.
લોકસભા સીટ પ્રભારી ઇન્ચાર્જ સહઇન્ચાર્જ
કચ્છ બિપીનભાઈ દવે દિલીપભાઈ ત્રિવેદી કાંતિભાઈ અમૃતિયા
બનાસકાંઠા દુષ્યંતભાઈ પંડ્યા રાણાભાઈ દેસાઈ ગુમાનસિંહ ચૌહાણ
પાટણ મયંકભાઈ નાયક ભરતભાઈ રાજગોર ગજેન્દ્રભાઈ સક્સેના
મહેસાણા જગદીશભાઈ પટેલ રજનીભાઈ પટેલ નટુજી ઠાકોર
સાબરકાંઠા પ્રદિપસિંહ વાઘેલા તખતસિંહ હડિયોલ કનુભાઈ પટેલ
ગાંધીનગર પૃથ્વીરાજ પટેલ હર્ષદભાઈ પટેલ ઇશ્વરભાઈ વાઘેલા
અમદાવાદ(પૂર્વ) જીવરાજભાઈ ચૌહાણ વલ્લભભાઈ કાકડિયા નરેન્દ્રસિંહ ઝાલા
અમદાવાદ(પશ્ચિમ) આઈકે જાડેજા રાકેશ શાહ પ્રવિણ પટેલ
સુરેન્દ્રનગર નીતિન ભારદ્વાજ કિરીટસિંહ રાણા કુશલસિંહ પઢેરિયા
રાજકોટ નરહરી અમીન ધનસુખ ભંડેરી બાવનજીભાઈ મેતલિયા
પોરબંદર રમેશભાઈ મુંગરા બાબુભાઈ બોખિરિયા જ્યંતિભાઈ ઢોલ
જામનગર રમણલાલ વોરા ચિમનભાઈ સાપરિયા મેઘજીભાઈ કણજારિયા
જુનાગઢ રમેશ રુપાપરા માધાભાઈ બોરિચા કનુભાઈ ભાલાલા
અમરેલી જ્યંતિભાઈ કવાડિયા વીવી વઘાસિયા રાઘવજી મકવાણા
ભાવનગર મહેશભાઈ કશવાલા હર્ષદભાઈ દયાશંકર હરુભાઈ ગોંડલિયા
આણંદ અમિતભાઈ શાહ દિપકસિંહ પટેલ રમણભાઈ સોલંકી
ખેડા જયસિંહ ચૌહાણ પંકજ દેસાઈ મહેન્દ્રસિંહ મંડેરા
પંચમહાલ પરાક્રમસિંહ જાડેજા સરદારસિંહ બારિયા દિનેશભાઈ પટેલ
દાહોદ અમિતભાઈ ઠાકર સુધીરભાઈ લાલપુરવાલા કુબેરસિંહ ડિંડોર
વડોદરા જયનારાયણ વ્યાસ ભુપેન્દ્ર લાખાવાલા કેતનભાઈ ઇમાનદાર
છોટાઉદેપુર રમેશભાઈ મિસ્ત્રી મુકેશભાઈ પટેલ શબ્દશરણભાઈ પડવી
ભરુચ પ્રફુલ પાનસેરિયા છત્રસિંહી મોરી બળવંતસિંહ ગોહિલ
બારડોલી પુર્ણેશભાઈ મોદી રાકેશ પાઠક હર્ષદભાઈ ચૌધરી
સુરત ભરતભાઈ બારોટ અજયભાઈ ચોકસી જનકભાઇ કાછડિયા
નવસારી નિરંજનભાઈ ઝાંઝમેરા અશોકભાઈ ધોરાજિયા કિશોરભાઈ બિંદલ
વલસાડ વિવેકભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ મણિભાઈ પટેલ