ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ભાવનગરના જાણીતા એડવોકેટ નલીનીબેન જાડેજાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં સ્ત્રીના કાયદાઓ વિશે જાણકારી આપી આ કાયદાઓનો ઉપયોગ કયારે અને કેવી રીતે કરવામાં આવે છે ? તેની વિશેષ માહિતી આપી હતી.