શહેરના સિદસર રોડ શુભ વિહાર ફલેટના પાર્કીંગમાંથી ચોરી કરેલ સ્કુટર સાથે સિહોરના શખ્સને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન,કાળીયાબીડ-સીદસર જવાનાં રોડ પર આલેખ રેસીડન્સીની સામે આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, અગાઉ વાહન ચોરીનાં ગુન્હામાં પકડાયેલ તે મહેશ ઉર્ફે મયલો રહે.શિહોરવાળો એક શંકાસ્પદ કાળા કલરનું ટી.વી.એસ. જયુપીટર સ્કુટર રજી.નં. જીજે -૦૪- સીસી ૮૦૨૧નું લઇને ભાવનગર-સીદસર રોડ લીલા સર્કલ થી ટોપ થ્રી સર્કલ તરફ જવાનાં નાકા પાસે ઉભો છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં મહેશ ઉર્ફે મયલો જીવરાજભાઇ સોલંકી ઉ.વ.૨૨ રહે. હનુમાનજીનાં મંદિર પાસે,લીલા પીરની દરગાહ, ટાણા રોડ, શિહોર હાજર મળી આવેલ. આ સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ.જેથી સ્કુટર કિ.રૂ.૪૦,૦૦૦/-ગણી શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરી તેને ધોરણસર અટક કરવામાં આવેલ.
ઇસમની પુછપરછ કરતાં ગઇકાલ તા.૩૧/૧૦નાં સાંજના સાડા પાંચેક વાગ્યે સીદસર રોડ ઉપર શુભ વિહાર ફલેટનાં પાર્કીંગમાંથી ઉપરોકત સ્કુટર ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.