કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદના/રમ્યાએ પીએમ મોદી પર એક વાંધાજનક કરી છે આ ટ્વીટ માઇક્રો બ્લોગિંગ સાઇટ પર થોડા જ સમયમાં વાયરલ થઇ ગઇ હતી. દિવ્યાએ તેમની ટ્વીટમાં પીએમ મોદીની સરખામણી પક્ષીના ચરક સાથે કરી છે. દિવ્યાએ તેમની ટ્વીટમાં સરદાર પટેલની પ્રિતમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કરતા પીએમ મોદીના એક ફોટો શેર કર્યો છે આ ફોટોમાં પીએમ મોદી સરદાર પટેલની પ્રતિમાના પગની પાસે ઉભા નજરે પડી રહ્યા છે. આ ફોટોના સાથે દિવ્યાએ કેપ્શનમાં લખ્યું છે કે, ઇઝ ધેટ બર્ડ ડ્રોપીન્ગ? એટલે કે, શું આ કોઇ પક્ષીની ચરક છે.
હકીકતમાં આ ભવ્ય પ્રતિમાની પગ પાસે ઉભા રહેલા મોદી અત્યંત નાના દેખાઇ રહ્યા છે. જોકે આ કોંગ્રેસનું મૂલ્ય છે જે દિવસને દિવસે નીચે જઈ રહ્યું છે. ભાજપે તેના ટિ્વટર અકાઉન્ટ લખ્યું આ કોંગ્રેસનું મૂલ્ય છે જે દિવસને દિવસે નીચે જઈ રહ્યું છે. સરદાર પટેલને લઇને વિવાદ ઉભો કરવો, પીએમ મોદી સાથે આવા પ્રકારની નફરત કરવી, આવી ભાષાનો ઉપયોગ દર્શાવે છે. આ જ રાહુલ ગાંધીના પ્રેમનું રાજકારણ છે.
નોંધનીય છે કે, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ સરદાર પટેલના જન્મ દિવસે એટલે કે ૩૧ ઓક્ટોબરે કરાયું હતું.