ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભારતની એકતા અખંડિતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવીને આવનારી પેઢીઓ સુધી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમાની નિરીક્ષણ મુલાકાત કેવડીયા પહોંચીને કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી આવકાર્યા હતા. વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથે વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કર્યુ છે તેમ પણ ઉમેર્યુ હતું. યોગી આદિત્યનાથએ પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા કહ્યુ કે, પ૬ર રજવાડાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનારા સરદાર સાહેબનું આ કાર્ય આવનારા યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્રચેતનાનો સંચાર કરશે. સરદાર સાહેબની કલ્પાનાને સરદાર સરોવ બંધના નિર્માણ સાથે સાકાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કિસાનોને સિંચાઇની સુવિધા આપીને, ગુજરાતને સમૃદ્વિ તરફ લઇ જવા વિકાસના ઘ્વાદર ખોલી આપ્યાક છે. એવી આ ભુમિના સ્થાડનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ કલાસ ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટૂરીસ્ટ ગાઇડ તરીકે રોજગાર અવસર પૂરા પાડયા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે નર્મદા નિગમના સીએમડી એસએસ રાઠોર, નિગમના સંયુકત વહીવટી સંચાલક સંદીપકુમાર, જિલ્લા કલેકટર આરએસ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીમ્સી વિલિયમ્સબ, નાયબ વન સંરક્ષક ડૉ.કે.શશીકુમાર અને પ્રતિક પંડયા, નિગમના ચીફ એન્જિિનિયર પીસી વ્યાસિ સહિત અધિકારીઓ જોડાયા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૫ ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી નીરમા યુનિવર્સીટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી ૧૫ ડિસેમ્બરે આવશે. નિરમા યુનિવર્સિટી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પધારનાર છે તે અંતર્ગત આવતીકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ કેવડિયા ખાતે સરદાર સાહેબના દર્શન કરવા માટે આવશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, ઉદ્યોગપતિઓ તથા સમાજના અગ્રગણ્ય નાગરિકો તથા કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબને શ્રધ્ધાસૂમન અર્પણ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.