ધંધુકા સ્વામીનારાયણ મંદિરે ચાર સુવર્ણ સિંહાસનો બનાવાયા

670

ધુંધુકા ખાતે લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ના તાંબાના રાધા કૃષ્ણ દેવ સ્વામી નારાયણ મંદીર આવ્યું છે. જેનો અનેરો મહિમા છે તથા તેનું ધણું મહત્વ છે.

ધંધુકા સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વાીમ. ઘનશ્યામ પ્રકાશદાસનું તથા સ્વામી નારાયણ ગુરૂકુળના બાપુ સ્વામીની પ્રેરણાથી ધંધુકાના અગ્રણ્ય હરિભક્તો જયંતિભાઈ રતીલાલ, નરસિંહભાઈ પટેલ, હીંમતભાઈ પટેલ, સમગ્ર સતસંગ સમાજના સહયોગી ભગવાન રાધાકૃષ્ણદેવ ઘનશ્યામ મહારાજ તેમજ હરીકૃષ્ણ મહારાજના સુવર્ણ સિંહાસનો બનાવામાં આવ્યા છે. તેમજ સુવર્ણ દ્વારો પણ બનાવવામાં આવ્યા છે. ચાર સુવર્ણ સિંહાસનો તથા સુવર્ણદ્વારો બનાવવામાં આવતા મંદિરની શોભામાં અનેરો વધારો થયો છે. હરીભક્તોમાં આનંદની હેલી જોવા મળી છે.

Previous articleનવયુગ ક્રાંતી દ્વારા સરદારને પુષ્પાંજલી
Next articleટેકાનાં ભાવથી ખરીદીનાં ફોર્મ ભરવાનું શરૂ કરાવતા ખેડુતોમાં ખુશીના માહોલ