ધંધુકા તાલુકા મથકે આવેલ ફિલ્ડવ્યુ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ, જાળીયા રોડ ખાતે આર્થિક રીતે ગરીબ અને નબળા વર્ગના તથા ધંધુકા આજુબાજુ વિસતારમાં કપાસ જેવી ખેતીમાં કપાસ વિણવા આવતા ગરીબ મજુરોને કપડા વિતરણ કરવામાં આવેલ. ઈંગ્લીશ મિડીયમ સ્કુલની સંચાલક તરીકેની જવાબદારી સંભાળતા ગુલાબભાઈ મકવાણા તથા સ્કુલના અન્ય શિક્ષક સ્ટાફ સહિત મળી ધંધુકા તાલુકામાં આવેલ ગરીબ અને નબળા વર્ગના શ્રમિક વર્ગના બાળકો તથા ખેતીકામમાં જોડાયેલા રરપ લોકોને જરૂરીયાતે કપડાઓનું વિતરણ કરી સેવાનો ઉદ્દેશ પાર પાડ્યો હતો.