થોડા દિવસો પહેલા નોઈડાથી ખાનગી યૂનિવર્સિટીનો એક વિદ્યાર્થીથી લાપતા થયો હતો. આ વિદ્યાર્થી કાશ્મીરનો રહેવાસી હતો. શુક્રવારે સોશિયલ મીડિયા પર લાપતા થયેલા કાશ્મીરી છાત્રની કેટલીક તસવીરો વાઈરલ થઈ છે. આ તસવીરો ફરતી થયા બાદ ચર્ચાઈ રહ્યું છે કે તે આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયો છે.
શ્રીનગરમાં રહેતો ૧૭ વર્ષીય ઈહતેશામ બિલાલ સોફી યૂપીના ગ્રેટર નોઈડાની યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. મહત્વપૂર્ણ છે કે તેણે સંસ્થા પાસેથી તેણે નોઈડાથી જવાની પરવાનગી માંગી હતી પરંતુ તે પહેલા જ ૨૮ ઓક્ટોબરે તે લાપતા થઈ ગયો હતો. વિદ્યાર્થીના ગુમ થયા પછી નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનમાં અને શ્રીનગરના ખાનયાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. સોશિયલ મીડિયા પર જે તસવીરો વાઈરલ થઈ છે તેમાં બિલાલ કાળા કપડામાં જોવા મળે છે. તેના પરથી અનુમાન સેવાઈ રહ્યું છે કે તે હવે આતંકી સંગઠનમાં જોડાઈ ગયો છે.
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અરવિંદ પાઠકે જણાવ્યું કે બિલાલના મોબાઇલનું છેલ્લું લોકેશન રવિવાર બપોરે ૨.૩૦ વાગ્યે શ્રીનગરમાં મળ્યું. પોલીસને આશંકા છે કે તે ૧૦ વાગ્યે દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ પકડીને શ્રીનગર પહોંચ્યો. તેણે પિતાને ૪.૩૦ વાગ્યે છેલ્લો ફોન કર્યો હતો. ત્યારે લોકેશન દક્ષિણ કાશ્મીરના પુલવામામાં મળ્યું. ત્યારબાદથી મોબાઇલ સ્વિચ ઓફ છે.