ગુજ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેહુલ વડોદરીયાને સભ્ય બનવા આમંત્રણ

936

ભાવનગર મહાપાલીકાના પુર્વ મેયર અને સોરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ મેહુલભાઈ વડોદરીયાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ના કમિટિના સભ્ય પદ માટે આમંત્રીત કરાયા છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વર્ષે ર૦૧૮-૧૯ના ચેરમેન પિયુષ દેસાઈ દ્વારા ભાવનગરના સૌરાષ્ટ્ર ચેમ્બરના પુર્વ પ્રમુખ અને પુર્વ મેયર મેહુલ વડોદરીયાને ગુજરાત ચેમ્બરને પોતાના બહોળા અનુભવનો લાભ મળી રહેતેવા હેતુથી સભ્ય તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે જે ભાવનગર માટે ગૌરવ ગણી શકાય.

Previous articleસ્વા. પ્રા.શાળા ચિત્રામં રંગોળી સ્પર્ધા
Next articleવહીવંચા બારોટ સમાજની વાડીનું મુખ્યમંત્રીની હાજરીમાં લોકાપર્ણ થશે