અપરાધી ઉમેદવારને પણ તક આપવા માટેની તૈયારી

985

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે અને ૨૩૦ વિધાનસભા સીટ માટે ૨૮મી નવેમ્બરના દિવસે મતદાન થનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એકબીજા સામે પ્રહારોનો સિલસિલો વધુ તીવ્ર બની ચુક્યો છે. હાલમાં સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કલમનાથ એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, કોઇ કહે છે કે તેના ઉપર ચાર કેસ છે પરંતુ તેઓ કહે છે કે, પાંચથી વધુ કેસો હશે તો પણ જો જીતનાર ઉમેદવાર છે તો કોંગ્રેસ પાર્ટી તેને તક આપશે. કોઇપણ કિંમતે જીતી શકે તેવા ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે. આ વિડિયોને ભાજપે ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પણ શેયર કરવામાં આવ્યા છે.

ભાજપે ટિ્‌વટરથી વિડિયોને શેયર કરતા લખ્યું છે કે, કોંગ્રેસનો હાથ અપરાધીઓની સાથે છે. શિવરાજસિંહ ચૌહાણે પોતાના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ વિડિયોમાં કહ્યું છે કે, જો આજ કોંગ્રેસની રાજનીતિ છે તો પછી પ્રજા પોતે સમજદાર છે અને ૨૮મી નવેમ્બહરના દિવસે ફેંસલો કરી લેશે. ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું છે કે, કોંગ્રેસની આ મુખ્ય વિચારધારા છે. અપરાધીઓને રાજનીતિમાં પ્રોત્સાહન અપાઈ રહ્યું છે જે કોંગ્રેસની બેચેનીને દર્શાવે છે.

Previous articleકુંવારાનું સન્માન કરો, ૨થી વધુ બાળકો હોય તે પરિવારનો મતાધિકાર છીનવોઃ બાબા રામદેવ
Next articleગુજરાતમાં સૌથી ઊંચી પ્રતિમા : બિહારમાં બનશે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ….!!