વક્તુબેન મકવાણાના પ્રમુખ સ્થાને મળેલી જી.પં. બેઠકમાં પ્રશ્નોતરીમાં વિપક્ષે કેટલા મુદ્દા ઉભા કર્યા

1659

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક પ્રમુખ વકતુબેન મકવાણાના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં ઉપપ્રમુખ બી.કે.ગોહિલ, જિ.વિકાસ અધિ.વરૂણકુમાર, કારોબારી ચેરમેન ભરતભાઈ હડીયા, વિપક્ષ નેતા પ્રહલાદસિંહ ગોહિલ વિગેરે હાજર રહેલ. મળેલ બેઠકમાં પ્રશ્નોતરી અને વિકાસ કાર્યોના કામો અંગેના સવાલો રજુ થયા હતા, બેઠકમાં પ્રશ્નોતરીમાં પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ પથિકાશ્રમનો ઉદેશ વિગેરે મુદ્દે પ્રશ્નો ઉભા કર્યા હતા. તંત્રે વિગતે પથિકાશ્રમના કાર્યક્ષેત્રની વિગતો આપી હતી, પંચાયત ધારા મુજબ સત્તા કોઈ સમિતિને આપી શકાય નહી ની વાત રજુ કરેલ તંત્રે જવાબ આપ્યો કે ૧૯૯૩ની કલમ ૧૪પ(૧૪)ની જોગવાઈ મુજબ સામાન્ય સભાને સત્તા આપી શકે છે.

મહેશ ડોડીયાએ પંચાયતમાં કર્મચારીની વધઘટ બાબતે પ્રશ્નો ઉભા કર્યા  તંત્ર વર્ગ-૧, વર્ગ-રના જવાબો કર્યા હતા તેમણે મહેકમ અંગે પુછપરછ કરેલ તંત્રે ખાલી મહેકમની વિગત આપી હતી. બોર્ડ બેઠકમાં ૩૦ લાખના કામોમાં વિશ્વાસમાં લેવામાં ન આવ્યાની વાત સરવૈયાએ કરી હતી.મહુવાના નાના ખુટવડાને તાલુકાનો દરજો દેવા રેતી કંકણ ગ્રાન્ટ વિકાસ કામોની ગ્રાન્ટ બેઠકમાં ૩૦ પથારી મુદ્દે લાંબી ચર્ચા ચાલી હતી, અમૃતમ યોજનામાં આવતી તમામ હોસ્પિટલને જોડવાની વાત ડીડીઓ દ્વારા કરવામાં આવી, કાકડીયાએ રપ ટકા ખાલી છે તેમ જણાવ્યું. આજની બેઠકમાં સ્ટે.કમિટી ચેરમેન ભરતભાઈ હડીયા, ધારાસભ્ય આર.સી. મકવાણા, ગૌતમભાઈ ચૌહાણ, પેથાભાઈ આહિર, બી.કે. ગોહિલ, પ્રહલાદસિંહ ગોહિલ, ગોવિંદભાઈ મોરડીયા, મહેશભાઈ કાકડીયા વિગેરેએ ચર્ચામાં ઠીક-ઠીક ભાગ લીધો હતો.

મળેલી બેઠકમાં ચર્ચાને અંતે ઠરાવો સર્વાનુમતે પાસ થયા હતા. પથિકાશ્રમ, ગ્રાન્ટ વિગેરે મુદ્દે ઠીક-ઠીક ચર્ચા થઈ હતી. દિવાળી પર્વ હોય બધાએ સંપ સહકારની ભાવના વ્યકત કરી બેઠક પુરી કરી હતી.

Previous articleલક્ષ્મીપુજન, ચોપડા પુજન સાથે દિપોત્સવનો પ્રારંભ
Next articleજિ.પં.આયુર્વેદ શાખા, આઈએમએ દ્વારા પૂજન