માણસા તાલુકાના ધોળાકૂવા ગામે છેલ્લા ૫૬૧ વર્ષથી દિવાળીની રાત્રે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે. ઝાલા વંશના ઠાકોર સમાજના મહોલ્લામાં શક્તિ ચામુડા માતાજીના ચોકમાં ૩૫ ફૂટ ઉંચો અને ૨૦ ફૂટ લાંબો પહોળો ગરબો બનાવાય છે. જેમાં મહિલાઓ આખી રાત ગરબે ઘૂમે છે. ગામના તમામ સમાજના સહયોગથી આ ભવ્ય અને આયોજન થાય છે.