દેશના જુદા જુદા ભાગોમાં ભૂકંપના આંચકાનો દોર જારી રહ્યો છે. ગઇકાલે શનિવારના દિવસે ગુજરાતના ભચાઉમાં ભૂકંપનો આંચકો નોંધાયા બાદ આજે મિઝોરમમાં ૫.૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ગઇકાલે મોડી રાત્રે પણ મિઝોરમમાં આંચકો અનુભવાયો હતો. મિઝોરમમાં ચંપાઈ જિલ્લામાં રિક્ટર સ્કેલ ઉપર ૫.૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જો કે, આના લીધે જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી. હાલના સમયમાં ભારતના જુદા જુદા ભાગોમાં અને ખાસ કરીને દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં વધારે આંચકા આવ્યા છે જેના લીધે સંબંધિતો દ્વારા આમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારત ઉપરાંત પડોશી દેશ નેપાળ, પાકિસ્તાનમાં પણ હાલના સમયમાં વિનાશકારી આંચકાઓ આવ્યા છે. કેટલીક જગ્યાએ એવા અહેવાલ પણ આવી ચુક્યા છે કે પ્રચંડ આંચકાની સંભાવના ચોક્ક્સપણે રહેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં રિકટર સ્કેલ ઉપર ૩.૧ના હળવા ભૂંકપના આંચકાના કારણે આજે લોકોમાં દહેશત જોવા મળી હતી. એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે હળવા આંચકાના કારણએ લોકોમાં આની ચર્ચા જોવા મળી હતી. જોકે આના લીધે નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. બપોરે ૧૨.૫૭ વાગ્યાની આસપાસ ૩.૧ની તીવ્રતા સાથે આંચકો અનુભવાયો હતો. ભૂંકપનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં ભચાઉના ૧૪ કિલોમીટર ઉત્તર-ઉત્તર પશ્ચિમના વિસ્તારમાં સ્થિત હતું. ગુજરાતના કચ્છ જિલ્લામાં જાન્યુઆરી ૨૦૦૧માં વિનાશકારી ભૂકંપનો આંચકો આવ્યો હતો. સાતથી વધુની તીવ્રતાના આ આંચકાના કારણે લાખો લોકો ઘર વગરના થઈ ગયા હતા. સમગ્ર કચ્છમાં ભારે વિનાશ થયો હતો. હજારો લોકોના મોત થઈ ગયા હતા. મિઝોરમમાં આવેલા આંચકાને લઇનેમાં લોકોમાં દહેશત જોવા મળી હતી. ગુજરાત બાદ મિઝોરમમાં આંચકાને લઇને તંત્ર વધુ સાવચેત થયું છે.