લાઠી શહેરમાં શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત બીજાના દિલમાં દીવો પ્રગટાવી દેતા દાતા દુલાભાઈ માવજીભાઈ શંકર અને ઘનશ્યામભાઈ શંકર પરિવારના સહયોગથી માતૃશ્રી પુરીબેન શંકર વિદ્યાલય ખાતે લાઠી શહેર ૩૮ આર્થિક નિરાધાર પરિવારોને તેમજ નીલકંઠ મંદિરમાં રસોડાની વિવિધ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવેલ.
બીજાના દિલમાં દીવો પ્રગટે અંધકારમાં પ્રકાશ પાથરી ખરા અર્થમાં દિવાળી ઉજવી નિરાધાર પરિવાર માટે પ્રકાશ પાથરતા દાતા ઘનશ્યામભાઈએ ચાર લાખથી વધુની કિંમતનું સારી ક્વોલિટીનું રાશન શહેરની ૩૦ બહેનોને આપણી ખુબ સુંદર કાર્ય કર્યુ છે. આ પ્રસંગે શંકર પરિવારના અરજણભાઈ શંકર, ઉકાભાઈ શંકર, દેવશીભાઈ, ગુણભાઈ, એમ.પી.રામાણી, જીણાભાઈ લાઠીયા, દામભાઈ ડાયાણી, પ્રકાશભાઈ કાછડીયા, રણછોડભાઈ સાબલપરા, વજુભાઈ સંકર, બાબુભાઈ ધોળકીયા, વિનુભાઈ ભાતિયા વગેરે હાજર રહેલા.