દિવાળીના તહેવારોની રજાઓ બાદ આવતીકાલ તા.૧રને સોમવારે લાભપાંચમ સાથે મુર્હુતો કરવા સાથે શહેરની બજારો ફરીથી ધમધમતી થશે.
દિવાળી બાદ નૂતન વર્ષ અને ભાઈબીજની ગુરૂ-શુક્રવારની રજા બાદ શનિવાર અને રવિવારનો લાભ લેવા સાથે ચાર દિવસના મીની વેકેશન બાદ વેપારીઓ, ઉદ્યોગપતિઓ આવતીકાલે લાભપાંચમથી ધંધા-રોજગારના મુર્હુત સાથે પ્રારંભ કરાશે અને બજારો ફરીથી ધમધમતી થશે. બેંકો સહિત સરકારી કચેરીઓ પણ ચાર દિવસના વેકેશન બાદ આવતીકાલે ખુલશે ત્યારે ફરીથી જનજીવન રાબેતા મુજબ શરૂ થશે અને વેપારીઓ તથા સરકારી કર્મચારીઓ કામ-ધંધે લાગશે. બેંકો શરૂ થવાની અનેકના અટકી પડેલા વ્યવહારો શરૂ થશે અને ફરીથી લોકો પોતાના રોજીંદા વ્યવસાયમાં વ્યસ્ત બનશે.