શિશુવિહારના આંગણે વૃધ્ધજન સન્માન સમારોહનું આયોજન

985

શિશુવિહાર સંસ્થાના પ્રમુખ ડો. નિર્મળભાઈ વકીલ પરિવારના ઉપક્રમે આગામી તા. ૧૪ નવેમ્બરે વૃધ્ધવજન સન્માન યોજાશે. વર્ષ ૧૯૯રથી પ્રારંભાએલ વડીલ વંદના અંતર્ગત ૪૦૧૧થી વધુ વૃધ્ધોનું અભિવાદન કરવામાં આવેલ છે.

છેલ્લા ર૬ વર્ષથી શિશુવિહાર સંસ્થામાં ચાલતા વૃધ્ધજન સન્માન સમારોહ સાથે પ્રતિવર્ષ ભાવનગર શહેરના વિશિષ્ટ મહાનુભાવોનું પણ અભિવાદન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. ૧૪ નવેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં  ભાવનગર બુધસભાના પાંચ વરિષ્ટ કવિ-કવયિત્રીઓ જેવા કે રતિલાલ એમ. બોરીસાગર, ડો. નટુભાઈ પ્ર. પંડયા, જયેશભાઈ ઠકકર, પરિમલાબહેન રાવળ, નિર્મળભાઈ ભટ્ટ, કોકિલાબહેન બી. પંડયાની  પરિચય પુસ્તિકા સાથે તેમનું ટ્રોફી એનાયત કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવનાર છે.

ભાવનગરના સાહિત્ય વરસાને ઉજાગર કરનાર અને બુધસભાના સ્થાપક પ્રધ્યાપક તખ્તસિંહજી પરમારના શતાબ્દી વર્ષ સાથે ભાવનગરના આંગણે યોજાતા વડીલ વંદના કાર્યક્રમમાં ગુજરાતના પ્રથમ પંગતીના સાહિત્યકાર રતિલાલ બોરીસાગર તથા અમેરિકા સ્થિત ભરતભાઈ વકીલ ઉપસ્થિત રહીને વડીલોનું અભિવાદન કરશે.

Previous articleઅક્ષરવાડીમાં અન્નકુટના દર્શન
Next articleજાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લેતી LCB